- CM રૂપાણીએ નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમ રદ કર્યા
- કોવિડ 19ને ધ્યાનમાં લઈને કાર્યક્રમ રદ કરાયા
- CM નિવાસસ્થાને દર વર્ષે બેસતા વર્ષે યોજાઈ છે સ્નેહમિલન
- રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ રાજભવનમાં કાર્યક્રમ રદ કર્યા
ગાંધીનગરઃ નવા વર્ષે મુખ્યપ્રધાન દ્વારા મંત્રી નિવાસ ખાતે આવેલા કોમ્યુનિટી સેન્ટરમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કહેરના કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
16 નવેમ્બરના દિવસે નહીં યોજાઈ સ્નેહમિલન કાર્યક્રમ
16 નવેમ્બરના દિવસે નૂતન વર્ષાભિનંદન છે. એ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે મિલન સમારોહનું આયોજન કરતા હોય છે. પરંતુ, આ વર્ષે પ્રથમ વખત કોરોનાની મહામારીના કારણે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને નૂતન વર્ષ દિન નિમિત્તે પ્રજાજનો નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પણ સ્ને મિલન કાર્યક્રમ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા યોજવામાં આવે છે તે પણ રદ કરવામાં આવ્યો છે.
નવા વર્ષના દિવસે સામાન્ય જનતા સીએમને મળી શકે છે
નૂતન વર્ષાભિનંદનના સ્નેહમિલન કાર્યક્રમમાં સામાન્ય જનતા પણ રાજ્યના મુખ્યપ્રધાનને મળી શકે છે, સાથે જ નવા વરસના શુભેચ્છાની પણ આપ-લે થતી હોય છે. પરંતુ, આ વર્ષે કાર્યક્રમ મોકૂફ રાખવાના કારણે કોઈ પણ વ્યક્તિ સીએમને શુભેચ્છા પાઠવવા મળી શકશે નહીં.
રાજ્યપાલ દેવવ્રત આચાર્યે પણ રાજભવનનો કાર્યક્રમ મોકૂફ કર્યો
ઉલ્લેખનીય છે કે, રાજભવન ખાતે પણ રાજ્યપાલ દેવદા ચાર્ય નવા વર્ષના નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ વ્યવસ્થા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ રાજભવન સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
પંચદેવ મંદિર અને ભદ્રકાલી માતાના મંદિરે જશે સીએમ ?
નવા વર્ષના કાર્યક્રમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નુતનવર્ષાભિનંદનના કાર્યક્રમ રદ કર્યા છે, ત્યારે નવા વર્ષના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ મહાદેવ અને અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા સવારે જતા હોય છે ત્યારે આ વર્ષે કાર્યક્રમ તો મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ મંદિરે જશે કે નહીં તે બાબતે પણ હજી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.