ગાંધીનગર : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. ઉલ્લેખનિય છે કે, વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર્સનું આ ડેલિગેશન ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલું છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકેની ખ્યાતિ મેળવીને ડેવલપમેન્ટના જે બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે. તેનાથી આ ડેલિગેશનના સભ્યો પ્રભાવિત થયા છે એમ પરમેશ્વરન ઐયરે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
વર્લ્ડ બેન્ક ડેલિગેશન : આ ડેલિગેશન મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવ્યું છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશની મુલાકાતે જવાનું છે. વર્લ્ડ બેંકનું આ ડેલિગેશનના 12 જેટલા સભ્ય વિશ્વના 100 દેશોને રિપ્રેઝન્ટ કરે છે. આ ડેલિગેશને સાબરમતી રિવરફ્રન્ટ, કો-ઓપરેટીવ સેક્ટરની રોલ મોડલ આણંદની અમૂલ ડેરીની પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. ત્યારબાદ ગિફ્ટ સિટીની તથા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત પૂર્વે મુખ્યપ્રધાનને મળ્યું હતું.
પ્રવાસ હેતુ : વર્લ્ડબેન્કના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને ડેલિગેશનના સિનિયર મેમ્બર પરમેશ્વરન ઐયરે આ મુલાકાતનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. પરમેશ્વરન ઐયરે વધુમાં જણાવ્યું કે, ભારતને G20 ની પ્રેસીડેન્સી મળેલી છે. ત્યારે ભારતની વિકાસયાત્રાના સિમાચિહ્નોથી વર્લ્ડબેન્કના સભ્યો સુપેરે પરિચિત થાય તેવો આ પ્રવાસ મુલાકાતનો હેતુ છે.
ગુજરાતનો ગ્રીન ગ્રોથ : ગુજરાત ગ્રીન ગ્રોથ દ્વારા ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન કરી રહ્યું છે. તેનાથી પર્યાવરણ પ્રિય વિકાસ સાથે હોલિસ્ટીક ડેવલપમેન્ટ કરી રહ્યું છે. આ ડેલિગેશનના સભ્ય રોબિન ટસ્કરે તેની પ્રશંસા કરી હતી. વર્લ્ડબેન્ક ડેલિગેશનના રોબિન ટસ્કર અને અર્નેસ્ટો એકવાડોએ ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાની ઉપયોગીતા અંગે જાણકારી મેળવી હતી. તથા IIT જેવી ઈન્સ્ટીટ્યુટના વિકાસમાં ફાળા અંગે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી.
ગુજરાત આ સ્ટ્રેટેજિક કોસ્ટલાઈન સાથે દેશના કાર્ગો હેન્ડલીંગમાં 30 ટકાનું યોગદાન આપે છે. એટલું જ નહિ, ફાર્માસ્યુટીકલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ડાયમન્ડસનું એક્સ્પોર્ટ પણ રાજ્યના પોર્ટસ પરથી થાય છે. દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર ગુજરાત બન્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હાઈએન્ડ સ્કીલ્ડ મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં IIT જેવી સંસ્થાનું મહત્વનું પ્રદાન છે. -- ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન, ગુજરાત)
નાણાં વ્યવસ્થાપન : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નાણાં વ્યવસ્થાપન સ્થિતિની આ ડેલિગેશન સમક્ષ ભૂમિકા આપતા કહ્યું કે, છેલ્લા દાયકામાં ગુજરાતે 12 ટકાથી વધુનો ઊંચો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ અને વિકાસને કોરોના મહામારીએ માઠી અસર કરી છે. ત્યારે ગુજરાત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ સાથે અગ્રેસર રહ્યું છે. દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટર ત્રણેય એકબીજાના પૂરક બનીને સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
રોકાણોને પ્રોત્સાહન : ઉલ્લેખનિય છે કે, રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા આ વર્ષના બજેટમાં પાંચ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે. આ ઉપરાંત હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેનાથી રોજગારીની નવી તકોનું સર્જન અને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન ગ્રોથ પણ રાજ્ય સરકારની પ્રાથમિકતામાં છે.
સમૃદ્ધિનું પ્રવેશદ્વાર : વર્લ્ડ બેંક ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ અને 2011 ના ભૂકંપ પછીના પુન:નિર્માણમાં ભાગીદાર બની રહી છે. તે માટે મુખ્યપ્રધાને આભારની લાગણી દર્શાવી હતી. ઉપરાંત ગુજરાતના લોંગ ટર્મ અને ફ્યુચરિસ્ટિક ડેવલોપમેન્ટ માટે વર્લ્ડ બેન્ક સાથે નોલેજ પાર્ટનરશીપ માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય અગ્ર સચિવ, અધિક મુખ્યસચિવ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવ આ બેઠકમાં જોડાયા હતા.