શું થઈ મુખ્ય જોગવાઈઓ
- લોકસભાની ચૂંટણી પહેલા લેખાનુદાન વખતે પગાર વધારો કર્યો હતો
- આંગણવાડી બહેનોને મળતા મહેનતાણામાં વધારો કર્યો હતો
- ખેડૂત સમ્માન યોજના અન્વયે ખેડૂતોને 1131 કરોડ મળ્યા
- નલ સે જલ યોજનામાં 4500 કરોડની જોગવાઈ
- ગ્રીન એન્ડ ક્લીન યોજના માટે 1000 કરોડની જોગવાઈ
- પર્યાવરણના જતન સાથે વિકાસ અર્થે 500 કરોડની જોગવાઈ
- સોલર પેનલ લગાવનારને 40 ટકા સબસીડીનો લાભ
- રોજગારી વધારવા માટે રાજ્ય સરકાર વધુ ઘ્યાન કેન્દ્રીત કરશે
- 2022 સુધીમાં શુધ્ધ પીવાનું પાણી તમામને આપવાનું લક્ષ્ય
- ખેડૂતોને વીમા કવચ પૂરૂં પાડવા 1073 કરોડની જોગવાઈ
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા માટે 20 હજાર કરોડ ફાળવવામાં આવ્યા
- આવતી અષાઢી બીજ સુધીમાં પડતર 1.25 લાખ ખેડૂતોને નવા વીજ કનેક્શન અપાશે
- ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ વખત 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ
- આગામી 3 વર્ષમાં નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
- સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 157 કરોડની જોગવાઈ
- રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વીડિયો કોન્ફરન્સ માટે 31 કરોડની જોગવાઈ
- માછીમારોની આવક બમણી કરાશે
- 22 નવા બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે
- ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે પાક ધિરાણ માટે 952 કરોડની જોગવાઈ
- મત્સ્યોઉદ્યોગનો વિકાસ કરવા માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, પોરબંદર, સુત્રાપાડાને 210 કરોડની જોગવાઈ
- રાજ્યની 159 માધ્યમિક અને ઉચ્ચ માઘ્યમિક શાળાઓ માટે 196 કરોડની જોગવાઈ
- ભરતી મેળા અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 1 લાખ 18 હજાર યુવાન-યુવતીઓને રોજગારી મળી
- આગામી 3 વર્ષમાં 60 હજારની ભરતી કરવામાં આવશે
- કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની જોગવાઈ
- વલસાડ, ધરમપુર, કપરાડા, નવસારી, વાંસદા તાલુકામાં 100 ટકા સેન્દ્રીય ખેતી માટે 15 કરોડની જોગવાઈ
- ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નવા બાગાયતી ડિવિઝન સ્થાપવા 60 લાખની જોગવાઈ
- મેટ્રો રેલ પ્રોજેક્ટને આગળ વધારવા માટે 510 કરોડની જોગવાઈ
- બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઈ યોજના માટે 7157 કરોડની જોગવાઈ
- નર્મદા યોજના માટે 6595 કરોડની જોગવાઈ
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટે 260 કરોડ
- વાસદ-બગોદરા હાઈવેને 6 માર્ગીય કરવા 1654 કરોડની જોગવાઈ
- પ્રાથમિક શાળાઓ માટે 5 હજાર નવા ખંડ, 22 નવા બસસ્ટેન્ડ બનશે
- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટે 370 કરોડની જોગવાઈ
- કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે 252 કરોડની જોગવાઈ
- અમદાવાદમાં નવી RTO બનાવવા 13 કરોડની જોગવાઈ
- સૌરાષ્ટ્રમાં પાણીની પાઈપ લાઈન માટે 950 કરોડની જોગવાઈ
- એશિયાટિક સિંહોની સુરક્ષા માટે 113 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટે 10 હજાર કરોડની જોગવાઈ
- અમદાવાદ SG હાઈવે પર 4.5 કિમીનો એલીવેટેડ રોડ બનાવાશે
- આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10 હજાર કરોડની જોગવાઈ
- રાજકોટ AIMS માટે 200 એકર જમીન ફાળવાઈ
- સરકારી હોસ્પીટલોમાં વિનામુલ્યે દવાઓ માટે 500 કરોડની જોગવાઈ
- ST બસ વિભાગ માટે 221 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ માટે 3 હજાર કરોડની જોગવાઈ
- વિધવા પેન્શન માટે 376 કરોડની જોગવાઈ
- પોલીસ આવાસ નિગમ માટે 223 કરોડની જોગવાઈ
- સરહદની સુરક્ષા વધારવા માટે 129 કરોડની જોગવાઈ
- માછીમારોને GPS સીસ્ટમ માટે 60 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ માટે 4300 કરોડની જોગવાઈ
- આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 3000 કરોડની જોગવાઈ
- સામાજિક ન્યાય અધિકારિતા માટે 4212 કરોડની જોગવાઈ
- રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા માટે ૫ કરોડના ખર્ચે વોટર એરોડરોમ બનાવવામાં આવશે.
- સરદાર સરોવર, શેત્રુંજય ડેમ અને સાબરમતી રિવરફ્રન્ટ જળસ્થળો પર વિમાન ઉતરાણની સેવા શરૂ કરવા જોગવા