ETV Bharat / state

5 ઝોનમાં ચર્ચા બાદ અમિત શાહની બેઠક, ઉમેદવારોના નામોનું મંથન શરૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) ને લઇ અમિત શાહ ( Amit shah ) હવે ફુલ એક્શનમાં દેખાઇ રહ્યાં છે. દિવાળીના તહેવારની ઉજવણી સાથે પક્ષના મહત્ત્વના કાર્યો પણ કરતાં જોવા મળી રહ્યાં છે. કમલમમાં યોજાયેલી બેઠકમાં ( Brainstorming in Amit Shah meeting in Kamlam ) તેમની સાથે ગુજરાતના તમામ શીર્ષસ્થ નેતાઓ હતાં. આધારભૂત માહિતી મુજબ બેઠકમાં ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઇને મંથન ( meeting in Kamlam over names of candidates ) કરવામાં આવ્યું છે.

5 ઝોનમાં ચર્ચા બાદ અમિત શાહની બેઠક, ઉમેદવારોના નામોનું મંથન શરૂ
5 ઝોનમાં ચર્ચા બાદ અમિત શાહની બેઠક, ઉમેદવારોના નામોનું મંથન શરૂ
author img

By

Published : Oct 26, 2022, 8:51 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Elections 2022 ) અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ ( Amit shah )છેલ્લા ચાર દિવસથી ગુજરાતના પ્રવાસે છે. તેમણેે અલગ અલગ પાંચ ઝોનમાં ગુજરાતનો પ્રવાસ કરીને દિવાળીની ઉજવણી ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી હતી. આ ઉપરાંત વિધાનસભા બેઠકની પ્રમાણે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આજે દિલ્હી જતાં પહેલા કમલમ ખાતે અમિત શાહ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના પ્રભારી રત્નાકરની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક એક કલાક ( meeting in Kamlam over names of candidates ) ચાલી હતી.

બેઠક પ્રમાણે કઈ બાબતે ચર્ચા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 )અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ( Amit shah ) 5 ઝોનમાં બેઠકો કરીને ઉમેદવારોનું મનોમંથન કર્યું હતું. હવે આ ચૂંટણીમાં 25 ટકા બેઠક એટલે કે 45 થી 50 જેટલી બેઠક પર નવા ઉમેદવારો ટીકીટ આપવાની વાત છે ત્યારે નવા ઉમેદવારોના નામની ચર્ચા ઉપરાંત તે ઉમેદવાર ( meeting in Kamlam over names of candidates ) કેટલા યોગ્ય છે તે બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.

27 ઓક્ટોબરથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 )એક નવેમ્બર પછી ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. તે પહેલાં જ ભાજપ દ્વારા ટિકિટની બાબતે ( meeting in Kamlam over names of candidates ) કવાયત હાથ ધરવામાં આવી છે. કમલમ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રભારી રત્નાકરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરથી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે ત્યારે સેન્સ પ્રક્રિયામાં જે નિરીક્ષકોને નિમણૂક કરવામાં આવી છે તે નિરીક્ષકોની અમુક વિધાનસભામાં ખાસ સેન્સ લેવાની કામગીરીની બાબતે પણ ચર્ચા થઈ શકે તેમ છે.

4 ઝોનમાં થઇ ઉજવણી નવા વર્ષની ઉજવણી તથા ગુજરાત વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Elections 2022 )ની તૈયારીઓના ભાગરૂપે ભાજપ દ્વારા ચાર ઝોનમાં ગુજરાતની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાતની પાલનપુર ખાતે બેઠક યોજવામાં આવશે. મધ્ય ગુજરાતની બરોડા ખાતે સૌરાષ્ટ્રની સોમનાથ ખાતે અને દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડ ખાતે યોજવામાં આવશે. આ બેઠક દરમિયાન ગુજરાત વિધાનસભાના ઝોન પ્રમાણે આવતા તમામ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન ઉપરાંત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વર્તમાન ધારાસભ્ય છે તેના લેખાજોખા કરીને ફરીથી રીપીટ( meeting in Kamlam over names of candidates ) કરવા કે નહીં તે અંગેની પણ રણનીતિ આ બેઠક દરમિયાન ચર્ચવામાં આવી છે.

પીએમ મોદી 1 નવેમ્બરે કાર્યકરોને સંબોધશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો મળતી માહિતી પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે ગાંધીનગરના મહાત્મા મંદિરથી ગુજરાતની 182 જેટલી વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંબોધન ( PM Modi address Bjp workers on November 1 ) કરશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને કામગીરી બાબતની પણ સૂચના પણ આપવામાં આવશે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બી એલ સંતોષ પણ ગુજરાતની મુલાકાતે 27 ઓક્ટોબરની સાંજે આવશે ત્યારે પણ મહત્વના નિર્ણયો થઈ શકે તેમ છે.

નિરીક્ષકો હવે મેદાનમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 )ના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની શોધખોળ અને ઉમેદવારના નામની જાહેરાત ( meeting in Kamlam over names of candidates ) પર કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ પર ગુજરાત વિધાનસભાના 182 બેઠક પર ભાઈબીજના દિવસે નિરીક્ષકોને વિધાનસભા વિસ્તારમાં કામગીરીની સોંપણી કરવામાં આવી છે. આમ ભાઈબીજથી ત્રણ દિવસ સુધી નિરીક્ષકો વિધાનસભા વિસ્તારમાં ઈચ્છુક ઉમેદવારો અને ઉમેદવારોની શોધ શરૂ કરશે. જ્યારે એક નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 182 વિધાનસભા બેઠકોમાં 20,000 કાર્યકર્તાઓનું એમ કુલ 40 લાખથી વધુ કાર્યકર્તાઓના સ્નેહમિલન યોજાય છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.