ETV Bharat / state

2022માં કોંગ્રેસ સત્તા પર આવશે, પણ ભાજપનું કરોડોનું દેવું હશે: પરેશ ધાનાણી - વિધાનસભા

વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચાનો આજે અંતિમ દિવસ હતો. આજે અંતિમ દિવસ પર ચર્ચા કરવાની હતી. જેમાં વિધાનસભા પક્ષના નેતા પરેશ ધાનાણી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા,

વર્ષ 2020માં કોંગ્રેસ સત્તા પર આવશે ભાજપના કરેલા કરોડો કરોડોના દેવા સાથે આવશે : પરેશ ધાનાણી

author img

By

Published : Mar 12, 2020, 2:41 AM IST

Updated : Mar 12, 2020, 11:52 AM IST

ગાંધીનગર : ૨૦૨૦-૨૧નું બજેટ એટલે ગુજરાતને ગીરવે મુકયાનો દસ્તાવેજ.

  • મહેસુલી પુરાંતના આભાસી આંકડાઓ વચ્ચે ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ના અંતે રાજ્યની રાજકોષીય ખાધ રૂપિયા ૨૬,૦૫૭ કરોડ છે અને આગામી વર્ષ ૨૦૨૦-૨૧ના અંતે રૂપિયા ૩૩,૫૩૬ કરોડ થવાનો અંદાજ.
  • વર્ષ ૧૯૯૫ના અંતે રાજ્યનું કુલ દેવું રૂપિયા ૧૨,૯૯૯ કરોડ હતું. જે વર્ષ ૨૦૦૨ના અંતે રૂપિયા ૪૭,૯૧૯ કરોડે પહોચેલું અને વર્ષ ૨૦૧૯-૨૦ના અંતે કર્મચારીઓની ભવિષ્ય નિધિ સહીત ગુજરાતનું દેવું ૩,૨૩,૭૯૨ કરોડને આંબી જશે. મતલબ કે ભાજપ સરકારે રાજ્યના દેવામાં અંદાજીત ૨૫૦૦%નો વધારો કરેલો છે.
  • આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના અંતે કર્મચારીઓની ભવિષ્ય નિધિ સહીત ગુજરાતનું દેવું રૂપિયા ૪,૧૬,૫૧૩ કરોડને આંબી જવાનો અંદાજ છે.
  • વર્ષ ૨૦૦૨-૦૩થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં કુલ રૂપિયા ૨,૧૧,૦૩૨ કરોડ માત્ર વ્યાજ પેટે ચૂકવાયા અને આગામી વર્ષ ૨૦૨૦-૨૧માં રૂપિયા ૨૩,૮૭૧ કરોડની વ્યાજ પેટે ચુકવણીનો અંદાજ છે.
  • રાજ્યના કુલ દેવાના બોજ પેટે માર્ચ-૧૯૯૮ના અંતે પ્રતિ દિવસ રૂપિયા ૧(એક) વ્યાજ ચુકવતા ગુજરાતીને હવે ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ના અંતે પ્રતિ દિવસ રૂપિયા ૧૦ વ્યાજ ચુકવવા મજબૂર કરતી ભાજપ સરકાર.
  • વર્ષ ૨૦૦૨-૦૩ દરમિયાન કરની કુલ વાર્ષિક આવક રૂપિયા ૧૦,૮૮૪ કરોડ હતી. જે ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂપિયા ૧,૨૬,૧૭૨ કરોડને આંબવાનો અંદાજ છે. મતલબ કે વાર્ષિક 1200% જેટલો કરબોજ વધારવામાં આવેલો છે.
  • વર્ષ ૨૦૦૨-૦૩થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં સામાન્ય માણસના ખિસ્સા ખંખેરીને કેન્દ્રીય કરવેરામાં હિસ્સા સહીત રાજ્યના કર દ્વારા અંદાજીત કુલ રૂપિયા ૯,૬૫,૪૯૦ કરોડ વસુલી લેવામાં આવ્યા છે.
  • રાજ્યમાં વાર્ષિક કરની આવકો વધી હોવા છતાં જુના દેવા સહીત વ્યાજની ચુકવણી માટે દર વર્ષે નવું દેવું વધારતી સરકાર. હાલ જો સરકાર દેવું બંધ કરી અને વીતેલા વર્ષોની સરેરાશે માત્ર દેવાની ચુકવણી કરે તો પણ આગામી ૨૦ વર્ષ સુધી દેવામાં ડૂબેલું રહેશે ગુજરાત.
  • રાજ્યમાં GSTની ઝંઝટ, કરવેરાનો કકળાટ, મંદીનો માર અને પોલીસી પેરાલીસીસના કારણે અંદાજીત ૫૫,૦૦૦ કરતા વધુ નાના અને માધ્યમ ઉદ્યોગોને તાળા લાગી ગયાની દહેશત વચ્ચે ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, બ્રાસપાર્ટ, ઓટોમોબાઈલ, અને હેન્ડીક્રાફ્ટ સહીત રોજગાર વધારનારા ઉદ્યોગોની કફોડી થઇ ગયેલ હાલતના કારણે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ડીસેમ્બર અંતિત વેરાની કુલ આવકમાં અંદાજીત ૪૨% અને સ્ટેટ GSTની આવકમાં અંદાજીત ૪૯% ની ઘટ રહેવાનો અંદાજ છે.
  • રાજ્યના કર્મચારીઓ નો પગાર, પેન્શન અને વ્યાજની ચુકવણી પેટે કુલ આવકોના ૪૮% કરતા વધુ રકમનો ખર્ચ કરતી સરકાર.
  • વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતની વિભાગવાર રાષ્ટ્રીય સરેરાશ ફાળવણીની સરખામણીએ શિક્ષણ વિભાગમાં ૧.૬%, કૃષિ વિભાગમાં ૨.૫%, ગ્રામીણ વિકાસ વિભાગમાં ૨.૬%, માર્ગ અને મકાન વિભાગમાં 0.૧% અને ગૃહ વિભાગમાં 0.૯% ઓછી ફાળવણી કરવામાં આવેલી હતી.
  • રાજ્યમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ વચ્ચે વિભાગ વાઈઝ બજેટ ફાળવણી પૈકી સામાજિક ન્યાયમાં ૧૮%, સિંચાઈમાં ૧૬%, શહેરી વિકાસમાં ૧૬%, ગ્રામીણ વિકાસમાં ૧૫%, હાઉસિંગમાં ૧૦%, શિક્ષણમાં ૯%, કૃષિમાં ૮%, આરોગ્યમાં ૮%, પાણી પુરવઠામાં ૭%, સામાજિક સુરક્ષામાં ૪% અને માર્ગ મકાનમાં ૪% જેટલી રકમ વણવપરાયેલી રહી હતી. સુજલામ સુફલામ અને સૌની યોજનામાં કુલ ૭૨૦૦ કરોડના અંદાજો સામે ૧૮૦૦૦ કરોડ કરતા વધુ નો ખર્ચ થયા પછી પણ ૧૧૫ ડેમો પૈકી મહતમ જગ્યાએ પાણી પહોચાડવામાં નિષ્ફળ નીવડેલી સરકાર.
  • આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્નાટક, છતીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોએ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ રૂ. ૨,૬૩,૨૬૦ કરોડ જેટલા ખેડૂતોના દેવામાફી ની જાહેરાત કરેલ અને તે પૈકી હાલ પર્યત રૂ. ૧,૫૪,૪૧૭ કરોડ ની ચુકવણી પણ કરી દીધેલ હતી પરંતુ ગુજરાતમાં દેવાના બોજ નીચે જીવન જીવવા સંઘર્ષ કરતા જગતના તાતને પાક નુકશાનીનું વળતર તથા પાકવીમાની ચુકવણી અને દેવામાફી કરવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર.
  • ગુજરાતના ૩૧.૪૬ લાખ બી.પી.એલ પરિવારોને વધુ ગરીબીની ખાઈમાં ધકેલનારૂ નીવડશે બજેટ.
  • નાબાર્ડ ના રીપોર્ટ મુજબ છેલ્લા ચાર વર્ષ દરમિયાન ખેડૂતોની આવક બમણી કરવામાં નિષ્ફળ નીવડી છે સરકાર.
  • ખાનગી કંપનીઓને કરોડોનો ફાયદો કરવ્યા પછી પાકવીમાં યોજનાને મરજીયાત બનાવતા હવે ભગવાન ભરોસે જીવશે જગતનો તાત.
  • રાજ્યમાં વર્ષ ૨૦૧૩-૧૪ ની સરખામણીએ ૨૦૧૮-૧૯ દરમિયાન ૩૩.૧૬ લાખ ટન જેટલું અનાજનું ઉત્પાદન ઘટ્યું તેમજ ૧૩.૨૭ લાખ ટન જેટલું તેલીબીયા નું પણ ઉત્પાદન ઘટ્યું છે જે બાબત હવે ખેડૂતો નફા વિહોણી ખેતીના વ્યવસાયથી દુર ભાગી રહ્યા હોવાના ગંભીર સંકેત સમાન છે.
  • નર્મદા યોજનામાં અંદાજીત ૧૮.૪૫ લાખ હેક્ટરના પિયત વિસ્તાર ના આયોજન પૈકી હજુએ ૧૧.૭૨ લાખ હેક્ટર સુધી સિંચાઈનું પાણી પહોચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.
  • શિક્ષણ વિભાગમાં નાણાની ઓછી ફાળવણી અને ખાનગીકરણની નીતિથી મોંઘા શિક્ષણે માજા મૂકી છે.
  • વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ગુજરાતને આપવામાં આવતો કેરોસીનનો જથ્થો ૫૬,૧૧૮ કિલોલીટર હતો જે ઘટીને ૨૦૧૯-૨૦ માં માત્ર ૨૮,૭૩૫ કિલોલીટર રહ્યો એટલે કે ૫૦% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે.
  • વર્ષ ૨૦૧૮-૧૯ ના બજેટ આયોજન હેઠળ વિવિધ વિભાગોને કરેલી ફાળવણી પૈકી રૂ.૯.૧૩૬ કરોડ વણવપરાયેલા રહ્યા છે.
  • વર્ષ ૨૦૧૭ ની ચુંટણીમાં ભાજપ દ્વારા કરાયેલા ૫૦ લાખ મકાન બનાવવાના વાયદા સામે આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં માત્ર ૩,૧૧,૦૦૦ આવાસોનું જ લક્ષાંક રાખવામાં આવેલ છે.
  • નવ-નવ વાઈબ્રન્ટ સમિત યોજવા પછી પણ લાખો કરોડના થયેલા MOU પૈકી માત્ર ૧૨% કરતાએ ઓછા રોકાણો અમલીકરણના વિવિધ તબક્કે પડતર છે.
  • રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ ની ૫૮૦ મંજુર થયેલ જગ્યાઓ પૈકી ૨૮૦ જગ્યાઓ ખાલી છે. અને પશુધન નિરીક્ષકની ૧૩૧૪ મંજુર થયેલ જગ્યાઓ પૈકી ૭૭૯ જગ્યાઓ ખાલી છે.
  • ૪.૫૮ લાખ નોંધાયેલા બેરોજગારો પૈકી છેલ્લા બે વર્ષમાં માત્ર ૨,૨૨૩ બેરોજગારોને જ સરકારી નોકરી પૂરી પાડવામાં આવી.
  • રાજ્યમાં બે વર્ષમાં ૨,૦૩૪ ખૂન બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨-૩ ખૂનના બનાવો નોંધાઈ છે.
  • રાજ્યમાં બે વર્ષમાં ૨,૭૨૦ બળાત્કારો નોંધાયા એટલે કે દરરોજ ૩-૪ બળાત્કારના બનાવો નોંધાઈ છે.
  • રાજ્યમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યા, ૨૯,૨૯૮ આકસ્મિત મૃત્યુ અને ૪૪,૦૮૧ અપમૃત્યુ બનાવો મળી કુલ ૮૮,૦૮૧ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટુકાવ્યું. રાજ્યમાં દરરોજ ૧૨૦ કરતા વધુ લોકો આત્મહત્યા-અકુદરતી રીતે મૃત્યુ પામે છે.
  • સરકારી સહાયથી સરકારી કોલેજોમાં MBBS પાસ થયેલા ૨,૨૨૮ ડોકટરો પૈકી માત્ર ૩૨૧ ડોકટરોએ જ સરકારી દવાખાનામાં નોકરી સ્વીકારી જયારે ૧૯૦૭ ડોકટરોએ સરકારી સેવા માટે નનૈયો ભણેલ હતો.
  • રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા કુલ ૧,૦૬,૫૦૧ નવજાત શિશુઓ પૈકી સારવાર દરમિયાન ૧૫૦૧૩ જેટલા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા. એટલે કે દરરોજ ૨૦ કરતા વધુ બાળકોએ સરકારી દવાખાનામાં દમ તોડ્યો હતો.
  • રાજ્યમાં નાગરિકો નવા લાઇસન્સ મેળવવા, લાયસન્સ રીવ્યુ કરાવવા, વાહનોના પાર્કિંગ કરાવવા લાંબી લાઈનો લાગે છે અને મહિનાઓનો સમય વીતી જાય છે. જયારે બીજી તરફ રાજ્યની RTO કચેરીમાં ૭૨૬ જેટલી જગ્યાઓ ખાલી છે એટલે કે ૩૫% કરતા વધુ જગ્યાઓ ખાલી છે.
  • રાજ્યમાં મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮ ની સરખામણીએ વર્ષ ૨૦૧૯માં ૩૨,૧૭,૫૬૮ માનવદિન ઓછી રોજગારી ઉભી થવાથી ગ્રામ્ય બેરોજગારીનો દર વધ્યો છે.
  • રાજ્યમાં હાલ ૭,૪૬૫ જેટલી આંગડવાડીઓ ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલે છે.
  • રાજ્યમાં બે વર્ષમાં ૨,૭૨૩ બળાત્કાર અને સામુહિક બળાત્કારના બનાવો નોંધાયા એટલે કે રાજ્યમાં દરરોજ ૩-૪ નિર્ભયઓ પર બળાત્કાર અને સામુહિક બળાત્કાર ગુજારાય છે.
  • રાજ્યમાં જળાશયો અને નદીઓમાંથી ઔધોગિક હેતુસર અપાતા પાણીના દર પેટે રૂ.૩,૨૧૫,૫૮ કરોડ જેટલી માતબર રકમ વસુલવાની બાકી છે.
  • રાજ્યમાં હાલ પર્યત ૧,૦૬,૬૬૪ જેટલી ખેતી વિષયક વીજ જોડાણ મેળવવાની અરજીઓ પડતર છે.
  • તા.૩૧/૧૨/૨૦૧૭ સ્થિતિએ સેલટેકસ, વેટ અને GST ની રૂ.૧૦ લાખથી વધુ વસુલાત બાકી હોઈ તેવા ૬,૫૮૯ એકમો હતા જે તા ૩૧/૧૨/૨૦૧૯ની સ્થિતિએ વધીને ૯,૦૩૭ એકમ થયા છે.
  • સેલટેકસ, વેટ અને GSTની કર વસુલાત બાકી હોઈ તેવા કુલ ૭૭,૫૨૩ જેટલા એકમો પાસેથી તા.૩૧/૧૨/૨૦૧૭ ની સ્થિતિએ રૂપિયા ૩૭,૮૫૨.૧૭ કરોડ વસુલવાના બાકી હતા તે વધીને ૪૮,૪૩૯.૧૦ કરોડ થયા છે.
  • રાજ્યની તાલુકા પંચાયતોમાં હાલ પર્યત ૪૫% કરતા વધુ જગ્યાઓ ખાલી છે.
  • તા.૩૧/૧૨/૨૦૧૯ ની સ્થિતિએ રાજ્યની ૪,૬૧૨ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત-ગમતના મેદાનનો અભાવ છે.
  • હાલ રાજ્યમાં ૩,૮૩,૮૪૦ જેટલા ઓછા અને અતિ ઓછા વજનવાળા કુપોષિત બાળકો જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
  • અંતમાં વર્ષ ૧૯૯૫ થી ૨૦૧૯ સુધીમાં કરની આવકો ૧૨૦૦% વધી અને દેવું ૨૫૦૦% વધ્યું.ત્યારે કરની આવકો વધી, દેવું વધ્યું, લોકોની સમસ્યાઓ વધી તો પછી આ કરોડો રૂપિયા ગયા ક્યાં? એવો આકરો સવાલ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ નાણાપ્રધાન નીતિન પટેલને પૂછ્યો હતો.
  • રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સામે જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં અત્યારે સ્થિર સરકાર છે કંઇ પણ થઇ શકે તેમ નથી તમે સત્તામાં આવવા ના ફક્ત સપના જ જુઓ જ્યારે ગુજરાત સરકાર અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય હજી વધુને વધુ મજબૂત અને વિકાસ કરતું રાજ્ય બનશે.

Last Updated : Mar 12, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.