12 ડિસેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન ત્યાર બાદ ધરોઈ ડેમ જોવા ગયા હતા. જે બાદ પરત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનમાં જ આવ્યા હતા. ત્યારે આની ખૂબ જ ટીકા થઈ હતી. વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવાનો ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં વડોદરા શહેરમાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતા વડોદરાવાસીઓ પોતાના ઘરમાંથી પાણી ને દૂર કરી શક્યા નથી.
ગાંધીનગર જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં વડોદરાની સ્થિતિને જોઈ એક સંદેશ મુકવામાં આવ્યો હતો. સંદેશમાં જણાવ્યું હતું કે, પહેલુ સી-પ્લેન પડ્યું છે કે, વેચી કાઢ્યું ? વડોદરામાં જરૂર હતી !! આ મેસેજ મુકતાની સાથે જ ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય આ ગ્રુપના એડમીન છે. તેમણે તુરંત જ કાર્યકરને ગ્રુપમાંથી રિમૂવ કર્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. યુપીએ સરકારની યોજનાઓનો ખુબ જ વિરોધ કર્યો હતો.