ગાંધીનગર : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રવિવારના રોજ 73મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે અને ભાજપ પક્ષ દ્વારા અગાઉ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે એક સપ્તાહ સુધી એટલે કે પખવાડિક પર્વ ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભાજપના ધારાસભ્યો દ્વારા પણ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં પણ અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
માંડવી વિધાનસભા વિસ્તારમાં આયોજન : માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે મેં મારા મત વિધાનસભા મત વિસ્તારમાં પણ ખાસ પોતાનું આયોજન કર્યું છે.
જેમાં ગરીબો જોડે જમવાનું, ગરીબોને ભોજન પૂરું પાડવાનું, આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટેનું ખાસ આયોજન અને આરોગ્યલક્ષી સેવાના કેમ્પનું આયોજન પણ મત વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યા છે... અનિરુદ્ધ દવે (ધારાસભ્ય, માંડવી )
દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવશે : બનાસકાંઠા જિલ્લાના ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ પક્ષ દ્વારા સાપ્તાહિક ઉજવણીની આયોજન તો કરવામાં આવ્યું છે અને તેની જાહેરાત પણ કરાઇ છે.
મારા વિધાનસભા વિસ્તાર ડીસામાં નાની બાળકીઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવીશું અને વધુમાં વધુ દીકરીઓ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ હપ્તો મારા તરફથી ભરવામાં આવશે..પ્રવીણ માળી (ડીસા ધારાસભ્ય)
વટવામાં આરોગ્ય કેમ્પનું આયોજન : અમદાવાદ શહેરના વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે મારા વિધાનસભા વિસ્તારમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વટવા વિધાનસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ચાર વોર્ડનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ ચાર વોર્ડમાં આરોગ્ય કેમ્પનું વિવિધલક્ષી કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે અને વિધાનસભા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ રોગી ન રહે તે માટેનું પણ ખાસ વિશેષ આયોજન 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરવામાં આવ્યું છે.
-
👉🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના જન્મદિવસ નિમિત્તે આયોજિત થશે વિવિધ કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
👉🏻 17થી 24 સપ્ટેમ્બર મધ્ય આયુષ્માન ભવઃ સપ્તાહ અંતર્ગત વિભિન્ન અભિયાનો યોજાશે pic.twitter.com/COVanQnoTc
">👉🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના જન્મદિવસ નિમિત્તે આયોજિત થશે વિવિધ કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) September 16, 2023
👉🏻 17થી 24 સપ્ટેમ્બર મધ્ય આયુષ્માન ભવઃ સપ્તાહ અંતર્ગત વિભિન્ન અભિયાનો યોજાશે pic.twitter.com/COVanQnoTc👉🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના જન્મદિવસ નિમિત્તે આયોજિત થશે વિવિધ કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) September 16, 2023
👉🏻 17થી 24 સપ્ટેમ્બર મધ્ય આયુષ્માન ભવઃ સપ્તાહ અંતર્ગત વિભિન્ન અભિયાનો યોજાશે pic.twitter.com/COVanQnoTc
ગાંધીનગર દક્ષિણમાં વિશેષ ઉજવણી : ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે ત્યારે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં જન્મદિવસની ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના તમામ યોજનાઓ આરોગ્યલક્ષી કામગીરી પીએમજેવાય કાર્ડ આ તમામ યોજનાઓનું લોકોને વધુમાં વધુ લાભ મળે અને લોકો સુધી યોજના પહોંચે તે માટેનો ખાસ આયોજન કરવામાં આવ્યું છે.