ETV Bharat / state

ભાજપે પ્રથમ યાદીમાં આદિવાસી વિસ્તારની 24 અનામત બેઠકો કરી જાહેર - tapi

આગામી દિવસોમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અનેક બાબતોનું ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ટિકિટની ફાળવણીમાં ચીવટપૂર્વક ધ્યાન આપ્યું છે. આદિવાસી વિસ્તારમાં (Tribal area of gujarat) ભાજપે સેફ પોલિટિક્સ રમીને મોટાભાગના ઉમેદવારોને રિપીટ કર્યા છે. જો કે જે ઉમેદવારો ગત વિધાનસભાની ચૂંટણી વખતે હાર્યા હતા તેમની ટિકિટ કાપવામાં આવી છે.

ભાજપે પ્રથમ યાદીમાં આદિવાસી વિસ્તારની 24 અનામત બેઠકો કરી જાહેર
bjp-declared-24-reserved-seats-for-tribal-areas-in-the-first-list
author img

By

Published : Nov 10, 2022, 5:22 PM IST

ગાંધીનગર: આગામી દિવસોમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) માટે ભાજપે પ્રથમ યાદી (first list for Gujarat assembly elections) જાહેર કરી છે. ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અનેક બાબતોનું ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં (tribal areas) ટિકિટની ફાળવણીમાં ચીવટપૂર્વક ધ્યાન આપ્યું છે. જે ઉમેદવારો જીતી શકે તેમ છે તેમને રિપીટ કર્યા છે જયારે ગત વિધાનસભામાં હારેલા ઉમેદવારોને રિપીટ નથી કર્યા.વ્યારા વિધાનસભા સીટ (Vyara assembly seat) પર તો ઈસાઈ ઉમેદવારને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે.

ST વિધાનસભા બેઠકો પર કોણ છે ઉમેદવાર:

10. બનાસકાંઠા - દાંતા - લધુભાઈ પારઘી

29. સાબરકાંઠા - ખેડબ્રહ્મા - અશ્વીન કોટવાલ

123. મહીસાગર - સંતરામપુર - કુબેરભાઈ ડિંડોર

125. પંચમહાલ - મોરવાહડફ - નિમિષા સુથાર

129. દાહોદ - ફતેપુરા - રમેશ કટારા

131. દાહોદ - લીમખેડા - શૈલેશ ભાભોર

132. દાહોદ - દાહોદ - કનૈયાલાલ કિશોરી

145. છોટાઉદેપુર - છોટાઉદેપુર - રાજેન્દ્રસિંહ રાઠવા

147. છોટાઉદેપુર - સંખેડા - અભેસિંહ તડવી

148. નર્મદા - નાંદોદ - ડો. દર્શના વસાવા

152. ભરૂચ - ઝગડિયા - દીપેશ વસાવા

157. સુરત - માંડવી - કુવરજી હળપતિ

170. સુરત - મહુવા - મોહન ડોડિયા

171. તાપી - વ્યારા - મોહન કોંકણી

172. તાપી - નિઝર - જયરામ ગામિત

173. ડાંગ - ડાંગ - વિજય પટેલ

176. નવસારી - ગણદેવી - નરેશ પટેલ

177. નવસારી - વાંસદા - પિયુષ પટેલ

178. વલસાડ - ધરમપુર - અરવિંદ પટેલ

181. વલસાડ - કપરાડા - જીતુભાઇ ચૌધરી

182. વલસાડ - ઉમરગામ- રમણલાલ પાટકર

ગણપત વસાવા રિપીટ: ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં રૂપાણી સરકારના મંત્રીમંડળના લગભગ દરેક મંત્રીઓના નામ કપાયા છે. બીજી તરફ રૂપાણી કેબિનેટમાં આદિજાતિ મંત્રી રહી ચૂકેલા ગણપત વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જો કે સેન્સ પ્રક્રિયામાં પણ ગણપણ વસાવા સિવાય કોઈ બીજા ઉમેદવારે માંગરોળ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી નથી. તે જાતિના પ્રશ્નને લઈને હંમેશા વિવાદમાં રહેલા ભુપેન્દ્ર પટેલ કેબિનેટના મંત્રી નિમીષા સુથાર અને કુબેર ડીંડોરને પણ ટિકિટ આપવામાં આવી છે.

ભાજપની સેફ ગેમ: વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પણ ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે અને રિપિટ કર્યા છે. વલસાડ બેઠક ઉપર ગત ચૂંટણીમાં સારા એવા માર્જિનથી જીત્યા હોવાને કારણે અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને જારી રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. જો કે આ ઉમેદવારોની સ્થાનિક સ્તરે પકડ સારી હોવાને કારણે ભાજપને લાભ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.