ETV Bharat / state

Biotechnology Sector MOU : બાયોટેકનોલોજી સેક્ટર પ્રગતિના પંથે, રાજ્ય સરકારે કર્યા રૂ. 2000 કરોડના MOU - ગુજરાત થેમિસ બાયોસીન

રાજ્ય સરકારની બાયોટેકનોલોજી પોલિસી 2022-27 ગુજરાતમાં આ ક્ષેત્રના વિકાસ અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શરુ કરવામાં આવી હતી. ત્યારે આજે રાજ્ય સરકારે બાયોટેકનોલોજી સેક્ટરમાં નવા રોકાણોના 2000 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની કુલ 15 કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે.

Biotechnology Sector MOU
Biotechnology Sector MOU
author img

By

Published : Jul 19, 2023, 5:00 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઔદ્યોગિક ક્ષેત્ર સહિત એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર અને બાયોટેકનોલોજી સેક્ટરમાં વિકાસનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. રાજ્ય સરકારે બાયોટેકનોલોજી પોલીસી 2022-27 ની જાહેરાત કરી હતી. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર 25 % CAPEX સપોર્ટ, પાંચ વર્ષ માટે 15 % OPEX સપોર્ટ, બેંક લોન પર 7 ટકા વ્યાજ સબસીડી અને રોજગાર સપોર્ટ જેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, આ બાયોટેકનોલોજી પોલિસીને સ્ટેક હોલ્ડર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

2000 કરોડના MOU : આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં 2000 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા હતા. સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ રાજ્ય સરકાર વતી આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતની ૧૩ અને મહારાષ્ટ્ર તથા દિલ્હીની એક-એક એમ કુલ ૧૫ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MOU કર્યા હતા. જેથી ભવિષ્યમાં આવનારા બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે ૩ હજાર જેટલી રોજગારીનું સર્જન થવાની આશા છે.

સ્થાનિક ઔદ્યોગિક એકમ : ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની કુલ 15 કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે. જેમાં મહારાષ્ટ્રની એમ્બાયો લિમિટેડ અને નવી દિલ્હીની બાયોટ્રેન્ડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. ઉપરાંત ગુજરાતનાં સ્થાનિક ઔદ્યોગિક એકમોમાંથી આશરે રૂ. 1000 કરોડના રોકાણ સાથે અન્ય કંપનીઓ જોડાઈ હતી. જેમાં ઝાયડસ લાઇફ સાયન્સ, કોન્કોર્ડ બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ છે. એક નવા યુગના સ્થાનિક ટેકનોલોજી પ્લેયર, મિટીયોરિક બાયો-ફાર્માસ્યુટિકલ દ્વારા આશરે રૂ. ૫૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતું. તેમજ એન્ડોક બાયોટેક ,ગુજરાત થેમિસ બાયોસીન ,સ્ટીવિયા ટેકલાઈફ, સેલેક્સિસ બાયોસાયન્સ, કનિવા બાયોસાયન્સ અને અન્ય ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે કર્યા રૂ. 2000 કરોડના MOU
રાજ્ય સરકારે કર્યા રૂ. 2000 કરોડના MOU

ઉદ્યોગોનો વિકાસ : આ MOUમાં મુખ્યત્વે ફર્મેન્‍ટેશન આધારીત APIS અને બાયોફર્ટીલાઈઝર્સ સેક્ટર, પ્રિસીઝન ફર્મેન્‍ટેશન, એનિમલ ટિશ્યુ કલ્ટીવેશન જેવા નવા ક્ષેત્રોમાં રોકાણોનો સમાવેશ થયેલો છે. જેના થકી રાજ્યના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને વાપી-વલસાડ સુધીના વિવિધ જિલ્લાઓમાં આ ઉદ્યોગો આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે.

બાયોટેકનોલોજી સેક્ટર : નવા યુગને અનુરૂપ ઉભરતા ક્ષેત્ર તરીકે બાયોટેકનોલોજી સેક્ટરની સંપૂર્ણ ઈકો સિસ્ટમનાં સંવર્ધન માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. આ હેતુસર ગજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન GSBTM નોડલ એજન્સી તરીકે કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર GBRC અને વડોદરા નજીક સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્‍ક્યુબેટર STBI અને ગિફ્ટ સિટીમાં ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી પણ કાર્યરત છે.

વર્લ્ડ ક્લાસ ફેસેલિટી : બાયોટેકનોલોજી સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્‍ટ જનરેશન તથા એકેડેમીક કોર્સીસ માટે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ ગુજરાતમાં પૂરી પાડવાની રાજ્ય સરકારનો આશય છે. તે દિશામાં આ 15 MOU થી થનારું રોકાણ પીઠબળ પૂરું પાડશે. MOU સાઈનીંગ અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન સહિતના વિવિધ વિભાગોના સચિવ અને ઉદ્યોગકારો જોડાયા હતા.

  1. Gandhinagar News:નિર્મલા સીતારામણએ કહ્યું, G20ના દેશોએ ભારતના ક્રિપ્ટો કાયદાને વખાણ્યો
  2. Gujarat Cabinet Meeting : બુધવારે કેબિનેટ બેઠક, રસ્તાઓની પરિસ્થિતિ, વાઇબ્રન્ટ ગુજરાતની સમીક્ષા અને જ્ઞાન સહાયક પર નિર્ણયની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.