ETV Bharat / state

સરકારની મહેસાણાને દિવાળીની મોટી ભેટ, 32.10 ચો.કીમી વિસ્તારને રહેણાંક જાહેર કર્યો

author img

By

Published : Nov 9, 2020, 11:03 PM IST

ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિઓના મહત્વના શહેર મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરના આ પ્લાનની મંજૂરી સાથે જ ડી.પી મંજૂરીમાં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્યાંક પણ પૂર્ણ થયો છે.

સરકારની મહેસાણાને દિવાળીની મોટી ભેટ, 32.10 ચો.કી.મી વિસ્તારને રહેણાક જાહેર કર્યો

  • ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિના મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન
  • ટી.પી સ્કીમ ત્વરાએ પૂરી કરવાના પ્રગતિશીલ ભાવથી વધુ એક નિર્ણય
  • ચીફ ટાઉન પ્લાનર અને કોર્પોરેશન સત્તામંડળ હવે બે ને બદલે એક જ પરામર્શ કરશે
  • મહેસાણાના 32.10 ચો.કિ.મી. વિસ્તારનો નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરી રહેણાક ઝોન જાહેર કર્યો
  • રાજ્યમાં એક પણ ડી.પી. ના કામ પેન્ડિગ નહીં

ગાંધીનગર: રાજ્યના ટાઉન પ્લાનીંગના સમગ્ર ઇતિહાસમાં મંજૂરી માટે એક પણ ડી.પી બાકી ન હોવાનું સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે. આમ, કોરોના સંક્રમણના કપરાકાળમાં પણ વિકાસ કામોની ગતિ અટકવા દીધી નથી તેમ કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં પણ 10 ડેવલપમેન્ટ પ્લાન અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

મહેસાણાના નાગરિકોને સરકારની ભેટ

સીએમ વિજય રૂપાણીએ મહેસાણા શહેરનો આ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરી આપીને નાગરિકોને દિવાળીની ભેટ આપી છે. 125 ઉપરાંતની ઓથોરિટીના ડી.પી. પૈકી એક પણ ઓથોરિટીના નક્શા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી.

પહોળા રસ્તાઓ પણ આ ડી.પી.માં મંજૂર કર્યા

મહેસાણા શહેરમાં રહેણાંક, વાણિજ્યીક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ માટે વધુ જમીનો ઉપલબ્ધ થાય તેમજ પ્રગતિ વિકસે તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીકરણને અનુરૂપ તમામ ઝોનીંગ કરાયું છે. મહેસાણા શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખતા ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના સુવ્યવસ્થિત આયોજન માટે પહોળા રસ્તાઓ પણ આ ડી.પી માં મંજૂર કર્યા છે. તદઅનુસાર રીંગ રોડ સહિત 30 મીટર, 24 મીટર અને 18 મીટર પહોળાઇના માર્ગોનું સુઆયોજિત નેટવર્ક સુચિત કરવામાં આવ્યું છે.

રાજ્યમાં પ્રથમ વખત રહેણાંક માટે જમીન ઉપલબ્ધ કરાઈ

આ અગાઉ 1993થી મંજૂર થયેલા ડી.પી પછી પાછલા બે દાયકામાં મહેસાણા શહેરના તીવ્ર ગતિએ થયેલા વિકાસને લક્ષમાં લઇને સમગ્ર નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરીને રહેણાંક ઝોન સીએમ રૂપાણીએ આ ડી.પી.માં સૂચવ્યો છે. રાજ્યભરમાં સૌ પ્રથમવાર આટલા મોટા વિસ્તારમાં રહેણાંક હેતુથી જમીનો ઉપલબ્ધ કરાવીને લોકોને સસ્તા દરે મકાન તેમજ વાણિજ્યીક અન્ય ઉપયોગો માટે વિપૂલ જમીન મળી રહે અને જમીનના ભાવો નિયંત્રણમાં રહે.

3210 હેકટરમાંથી 3000 હેકટર શહેરીકરણ માટે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મહેસાણાના ડી.પી.માં હયાત જમીન વપરાશ અને ભવિષ્યની જરૂરીયાત ધ્યાને રાખતાં કુલ 3210 હેકટર્સમાંથી આશરે 3000 હેકટર્સ જેટલો વિસ્તાર શહેરીકરણ માટે સુચિત કરી, બાકીનો વિસ્તાર જળપ્રવાહ / કેનાલ વિગેરે માટે સુચિત કરેલ છે.

આ સુચિત જમીન વપરાશમાં ગામતળ, રહેણાંક, વાણિજ્યીક અને ઔદ્યોગિક વિસ્તાર માટે નિયત વિસ્તાર ઉપરાંત ખાસ કરી જાહેર હેતુ માટે આશરે 142 હેકટર્સ, જાહેર ઉપયોગીતા માટે આશરે 42 હેકટર્સ તથા રેલ્વે, રસ્તા, નાળિયા માટે આશરે 358 હેકટર્સ તેમજ બાગ-બગીચા માટે આશરે 10 હેકટર્સ જેટલી જમીન સુચિત કરવામાં આવી છે.

પરામર્શ ફક્ત એક જ વખત

આ નિર્ણય અનુસાર ટાઉન પ્લાનીંગ સ્કીમ ફાયનલ કરવામાં ટાઉન પ્લાનીંગ ઓફિસર-ટી.પી.ઓ કક્ષાએ લેવાતા વધુ સમયના નિવારણ રૂપે હવે એવો નિર્ણય કર્યો છે કે હાલ જે ટી.પી સ્કીમ માટે ખાસ કરીને મુખ્ય નગરનિયોજક તથા શહેરી વિકાસ સત્તામંડળો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવતો બે વખતનો પરામર્શ માત્ર એક જ વાર મેળવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.