શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગાંધીનગર ખાતે આવેલ ગાંધીનગર કેળવણી મંડળ સંચાલિત મધુરી મનસુખલાલ વસા શાળા, ખાતે અટલ ટિંકરીંગ લેબનો શુભારંભ કરાવ્યો હતો. આ લેબની અંદર વિદ્યાર્થીઓ વિવિધ ટેક્ટનિકલ બાબતોનું જ્ઞાન મેળવી શક્શે, તેમજ આ લેબના માધ્યમમાંથી તે વિજ્ઞાન મેળા સહિતની સ્પર્ધામાં પણ ભાગ લઇ શકશે.
આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, દરેક બાળકમાં છુપાયેલી કોઇને કોઇ છુપાયેલી સર્જન શકિત હોય છે. બાળક ઇચ્છે તો વિક્રમ સારાભાઇ, અબ્દુલ કલામ બની શકે છે. આ છુપાયેલી સર્જન શક્તિનો કેવી રીતે સમાજ અને પોતાનો વ્યક્તિ વિકાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે આવી માન્ય શાળાઓને 20 લાખ સુધીની સહાય આપીને આ પ્રકારની લેબ બનાવાની મદદ કરે છે. ગુજરાતના પનોતા પુત્ર વિક્રમ સારાભાઇનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમનું મહત્વ વધી જાય છે.