ETV Bharat / state

દાદાના દર્શન કરી "દાદા" કરશે 5 વાગે કેબીનેટ બેઠક, પ્રધાનોના ખાતાની થશે ફાળવણી - first cabinet meeting

ભાજપની બમ્પર વિજય(Gujarat Assembly Election 2022) બાદ આજે ભુપેન્દ્ર પટેલ અને તેમની નવું મંત્રી મંડળ આજે શપથ લેશે. અને ત્યાર બાદ ભુપેન્દ્ર પટેલ ત્રિમંદિર ભગવાન દાદાના(Trimandir Bhagwan Dada) દર્શન કરવા જશે અને જે બાદ કેબિનેટ બેઠક યોજાશે અને પ્રધાનોને ખાતાની(Bhupendra Patel new minister government) ફાળવણી કરાશે.

દાદાના દર્શન કરી "દાદા" કરશે 5 વાગે કેબીનેટ બેઠક, પ્રધાનોના ખાતાની થશે ફાળવણી

author img

By

Published : Dec 12, 2022, 12:43 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે આજે બપોરે બે કલાકે ભુપેન્દ્ર પટેલ અને તેમનું નવું મંત્રી સરકારની શપથવિધિ યોજાશે. ત્યાર પછી ભુપેન્દ્ર પટેલ ત્રિમંદિર ભગવાન દાદાના દર્શન કરવા જશે. અને પછી 5:00 વાગે સચિવાલય સ્વર્ણિમ સંકુલ એકમાં આવેલ નર્મદા હોલ ખાતે પ્રથમ કેબિનેટ બેઠક(first cabinet meeting) યોજાશે.ત્યાર બાદ દરેક પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

ફક્ત 16 ધારાસભ્યો લેશે શપથ અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોને જ ફોન કરવામાં આવ્યા છે જેને લઇને એવું લાગી રહ્યું છે કે ફકત 16 ધારાસભ્યો શપથ લેશે. જોકે સુત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે દરેક જિલ્લાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેને લઇને બીજા જે ધારાસભ્યો છે તે વિરોધ શાંત થયા પછી શપથ લઇ શકે છે. અને બીજી માહિતી એ પણ છે કે હાલ 16 ધારાસભ્યોને જ શપશ લેવડામાં આવશે અને જો જરૂર પડે તો લોકસભાની ચૂંટણી(Lok Sabha elections) પહેલા બીજા ધારાસભ્યોને શપશ લેવડામાં આવશે.

દિગજજોના નામ કપાયા ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં(Cabinet of Bhupendra Patel) આ વખતે ગત સરકારના 10 પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ભુપેન્દ્ર પટેલની ગત સરકારમાં જીતુવાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ કેબિનેટ પ્રધાન તરીકે હતા. આ ઉપરાંત રાજ્યકક્ષામાં જીતુ ચૌધરી, મનીષાબેન વકીલ ,નિમિષાબેન સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર અને વિનુ મોરડીયાને નવી સરકારમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આજે રચાયેલી નવરચિત ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળ માં ઉપરોક્ત એક પણ પૂર્વ મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં ન આવતા આ પૂર્વ મંત્રીઓ હવે ધારાસભ્ય તરીકે રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.