અગાઉ વેરાવળ સેશન કોર્ટ દ્વારા સજા પર સ્ટે આપવામાં ન આવતા ભગા બારડે તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં જસ્ટિસ એસ.એચ.વોરાની વેરાવળ સેશન્સ કોર્ટને સજા પર સ્ટે કેમ આપવામાં આવ્યું નહિ તેના કારણો રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે ન આપવાના કારણો રજૂ કર્યા હતાં. જેને હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી ભગા બારડની સજા પર સ્ટે આપી દીધો છે, એટલે કે ભગા બારડ આગામી સમયમાં ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સરકાર હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પણ દાખલ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતાં. તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકરવામાં આવ્યો હતો. જે મામલે વેરાવળ કોર્ટમાં જસ્ટિસ સોનિયા ગોકણીએ સજા પર જે સ્ટે આપવામાં આવ્યો હતો તેને રદ કરતા ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. જેમાં હાઈકોર્ટ દ્વારા સ્ટે આપતા ઓર્ડર બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય પદ પરત કર્યું છે.