ETV Bharat / state

Apex Committee Meeting : મુખ્યપ્રધાને દિલ્હીની એપેક્સ કમિટીમાં ચર્ચા કરી, ધોલેરા એસઆઈઆરના પ્રોજેક્ટ અને રોકાણના આયોજન

નવી દિલ્હીમાં આજે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન જોડાયાં હતાં. આ બેઠક કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન, ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

Apex Committee Meeting : મુખ્યપ્રધાને દિલ્હીની એપેક્સ કમિટીમાં ચર્ચા કરી, ધોલેરા એસઆઈઆરના પ્રોજેક્ટ અને રોકાણના આયોજન
Apex Committee Meeting : મુખ્યપ્રધાને દિલ્હીની એપેક્સ કમિટીમાં ચર્ચા કરી, ધોલેરા એસઆઈઆરના પ્રોજેક્ટ અને રોકાણના આયોજન
author img

By

Published : May 30, 2023, 9:52 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ ભાવનગર વચ્ચે આવેલા ધોલેરા એસઆઈઆરને વિકાસ કરવા માટે અનેક પ્રકારનું આયોજન કર્યું છે. ત્યારે આજે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ વિડીઓ કોન્ફરન્સિંગથી જોડાયા હતાં.

એપેક્સ કમિટીની દ્વિતીય બેઠક : બેઠક દરમિયાન સીએમ પટેલે જાહેરાત કરી હતી કે ધોલેરા એસઆઈઆરમાં સેમીકન્ડક્ટર યુનિટ સહિત ઈવી બેટરી ઉત્પાદન-સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન, એરોસ્પેસનું ઉત્પાદન અને રોકાણ આવશે. એપેક્સ કમિટીની આ દ્વિતીય બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન, ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

  • Attended the 2nd meeting of Apex Monitoring Authority of National Industrial Corridor Development & Implementation Trust along with FM @NSitharaman ji.

    Delved on ways to fast-track completion of NICDC projects, to boost industrial growth & connectivity across the country. pic.twitter.com/lVXgOLFOXG

    — Piyush Goyal (@PiyushGoyal) May 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ધોલેરા બનશે સ્માર્ટ ઇન્સ્ટ્રીઝ સિટી : આજની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે. ધોલેરા SIR સેક્ટર સ્પેસિફિક ઇકો સિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. ધોલેરા SIRને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ધોલેરા SIRના અક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની SPV રચવામાં આવેલી છે તેની ભૂમિકા આ બેઠકમાં આપી હતી.

ધોલેરા SIRની ગતિવિધિઓની પ્રગતિમાં છે. આ એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટિઝ નિર્માણ પૂર્ણાતાને આરે છે અને SPV દ્વારા ઉદ્યોગ સાહસિકોને જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ધોલેરા SIRમાં સ્કૂલ, હોસ્પિટલ, હોટલ અને રેસિડેન્શિયલ ટાઉનશીપ વગેરે વિકસાવવા માટે વિવિધ પ્રપોઝલ મળી છે. એક્ટિવેશન એરિયામાં PMAYની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડેલ પર 600 યુનિટ બાંધવામાં આવશે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

ભારત માલા પ્રોજેકટ પણ કાર્યરત : ભારત માલા પ્રોજેક્ટ હેઠળ NHAI દ્વારા નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેમાં 38 ટકાથી વધુની પ્રગતિ થઈ હોવાનો ઉલ્લેખ કરતા સીએમે જણાવ્યું કે સમય મર્યાદામાં ભારતમાલા પ્રોજેક્ટ સંપૂર્ણ કરવા એનએચએઆઈનેે ગુજરાત સરકાર જરૂરી બધી જ મદદ પૂરી પાડશે. એટલું જ નહીં ધોલેરા એસઆઈઆરના સર્વાંગી વિકાસ હેતુથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડીએફસી સાથે જોડવા માટે ભીમનાથ ધોલેરા રેલવેલાઈન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

એપેક્સ કમિટીની બીજી બેઠક
એપેક્સ કમિટીની બીજી બેઠક

ભીમનાથ ધોલેરા રેલવેલાઈન પ્રોજેક્ટ : આ પ્રોજેક્ટ અન્વયે અમદાવાદ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનને ભીમનાથ સ્ટેશનથી ઘોલેરા SIR સુધીના કામોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળેલી છે. ધોલેરા સરના વિકાસ માટે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની ઉપયોગીતા સંદર્ભે ધોલેરાનો ડેવલપમેન્ટ પ્લાન, લેન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગતોને જીઓ રેફરન્સ્ડ કરીને પીએમ ગતિશક્તિનો ગુજરાત પોર્ટલ ઉપર મેપ કરવામાં આવી છે. ધોલેરા એરપોર્ટ તેમજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમય મર્યાદામાં પૂરા કરવા એપેક્ષ ઓથોરિટી દ્વારા સમયાંતરે માર્ગદર્શન મળે તે માટે કેન્દ્રીય નાણાંપ્રધાનને અનુરોધ કર્યો હતો.

  1. National Sagarmala Apex Committee: ગુજરાતમાં સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત કેટલા રૂપિયાના પ્રોજેક્ટો પ્રગતિ પર છે, જાણો
  2. High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ
  3. ધોલેરા SIR હવે દેશનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ CMએ આપ્યું નિવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.