ETV Bharat / state

અમદાવાદ બન્યું મોસ્ટ કોરોના હોટસ્પોટ, રાજ્યના કુલ 766 કેસમાંથી 450 કેસ અમદાવાદમાં - corona virus in india

કોરોનાનો કહેર ગુજરાતમાં અને સૌથી વધુ અમદાવાદમાં દેખાઈ રહ્યો છે, બુધવારે સાંજે રાજ્યમાં વધુ 71 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. જેમાં ફક્ત અમદાવાદના જ 46 કેસો સામે આવ્યા હતાં. જેથી અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસનો આંક 450 સુધી પહોંચ્યો છે. જ્યારે મંગળવારે સચિવાલયમાં જે ઘટના બની અને ઇમરાન ખેડવાલા કોરોના પોઝિટિવ આવ્યાં તેમાં સીએમ રૂપાણીએ પણ આજે ટેસ્ટ કરાવ્યાં છે અને સીએમ વિજય રૂપાણી સહિત ડે. સીએમ નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સેલ્ફ હોમ કોરોન્ટાઇન થયા છે.

etv bharat
અમદાવાદ બન્યું મોસ્ટ હોટ કોરોના સીટી કુલ 450 કેસ, રાજ્યમાં કુલ કેસ 766 થયા.
author img

By

Published : Apr 16, 2020, 12:16 AM IST

ગાંધીનગર: કોરોનાનો કહેર ગુજરાતમાં અને સૌથી વધુ અમદાવાદમાં દેખાઈ રહ્યો છે, બુધવારે સાંજે રાજ્યમાં વધુ 71 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ફક્ત અમદાવાદના જ 46 કેસો સામે આવ્યા હતા. જેથી અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસનો આંક 450 સુધી પહોંચ્યો છે.

જ્યારે મંગળવારે સચિવાલયમાં જે ઘટના બની અને ઇમરાન ખેડવાલા કોરોના પોઝિટિવ આવ્યા તેમાં સીએમ રૂપાણીએ પણ આજે ટેસ્ટ કરાવ્યા છે અને સીએમ વિજય રૂપાણી સહિત ડે. સીએમ નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સેલ્ફ હોમ કોરોન્ટાઇન થયા છે.

કોરોના કેસનું મેડિકલ બુલેટિન આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સાંજે વધુ 71 જેટલા કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં વાત કરવામાં આવે તો તમામ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી જ આવ્યાં છે, આ ઉપરાંત અમદાવાદમાં ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ કે જે બાપુનગર વિસ્તારમાં રહે છે તેમને પણ કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. જ્યારે સરકાર તરફથી સીએમ વિજય રૂપાણીએ જે હાઇ પાવર કમિટીની બેઠક યોજતા હતા તે પણ હવે વિડિઓ કોન્ફરન્સથી બેઠક શરૂ કરી છે.

આજે જે રીતે રાજ્યમાં કેસો સામે આવ્યા તેમાં ગુજરાત રાજ્યમાં કોરોના મોટું સ્વરૂપ લેતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકારે અત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 3213 ટેસ્ટ કર્યા છે. જેમાં 116 પોઝિટિવ અને 3097 ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 19,197 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 766 કોરોના પોઝિટિવ અને બાકીના 18,431ના નેગેટિવ રિપોર્ટ આવ્યાં છે.

નવા કેસોની વિગત.

અમદાવાદ 46

સુરત 3

બરોડા 5

રાજકોટ 6

ભરૂચ 2

આણંદ 7

નર્મદા 2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.