ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સઘન વોચ કરવામાં આવી રહી છે. એવામાં ગાંધીનગર શહેરના સેક્ટર 8 વિસ્તારમાં પલ્સર બાઈક લઈને લઈને સંજય ઉર્ફે લાલો જગદીશ ભાઈ બજાણીયા (રહે પ્રાંતિજ) જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે તેનુ સત્ય તપાસતા બાઈક ચોરીનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછતાછ કરતા અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં મળીને ત્રણ મોટર સાયકલ ત્રણ રીક્ષા એક છોટા હાથી સહિત 8 વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ગાંધીનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એમ. જે. સોલંકીએ કહ્યું કે સેકટર-7 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના જગદીશસિંહ, મહાવીરસિંહ, સુરપાલસિંહ, દિલીપ સિંહ, કનકસિંહ સહિતની ટીમ વોચ કરી રહી હતી. તે દરમિયાન એક પલ્સર બાઇક નંબર જીજે 18 એએફ 7143 લઈને લાલો બજાણીયા જઈ રહ્યો હતો. તે દરમિયાન તેની પુછતાછ કરતા ડોક્યુમેન્ટ માંગતા આપી શક્યો નહોતો. ત્યારબાદ તને કડકાઈથી તપાસ કરતા 8 વાહન ચોરાઈ હોવાનું કબૂલ્યું હતું.
આરોપી દ્વારા ડુપ્લીકેટ ચાવીના આધારે વાહન ચોરી કરવામાં આવતી હતી. જેમાં ભીડભાડવાળી જગ્યાનો ઉપયોગ કરાતો હતો. જ્યા વધુ પ્રમાણમાં વાહન પાર્કિંગ થયેલા હોય ત્યાંથી જ વાહન ચોરી કરતો હતો. વાહનચોરી પાછળ તેના મોજશોખ જવાબદાર હતા. વાહન ચોરી કરીને મામૂલી રૂપિયામાં આ વાહનો વેચી દેવામાં આવતા હતા. ત્યારે પોલીસે તેની પાસેથી 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આ વાહનો ક્યાં વેચવામાં આવતા હતા, તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.