- ગાંધીનગર સીએમ હાઉસ ખાતે રાજ્યના રજવાડા સાથે મુલાકાત
- સીએમ રૂપાણી સાથે કરવામાં આવી બેઠક
- સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજવીઓના પરિવારજનો સાથે SOU ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઇ
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધાટન પણ કર્યું હતું, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ દેશના 562 રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પણ જાહેરાત કરી હતી, ત્યારે હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 562 જેટલા રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ગુજરાતના તમામ રજવાડાઓ સાથે સીએમ રૂપાણીએ બેઠક યોજીને તમામ રાજવીઓને માહિતગાર કર્યા હતા.
• સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના પીએમ નરેન્દ્ર મોદીએ કરી ત્યારે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા જ નહીં, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ સાકાર કરી છે
• કેવડિયા ખાતે એકતા નર્સરી, એકતા ભવન વગેરે ભારતની વિશેષતાઓ રજૂ કરાઇ છે
• અલગ અલગ ભાષાઓ, બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાને સાથે એકતાનો ભાવ રજૂ કરતો એકતા મોલ
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતભરના પ્રવાસીઓ એકતાનો અનુભવ કરે તે જરૂરી
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આખી વ્યવસ્થામાં એકતાને કેન્દ્ર સ્થાને પ્રયાસ કરાયો છે
• વડીલોએ પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા 562 રજવાડાઓને દેશની એકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલની સમર્પિત કર્યા તે ખૂબ જ સરાહનીય કાર્ય
• 562 રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે
• અમારી સરકાર ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ આવે તે દિશામાં આગળ વધી રહી છે
• સરકાર વડાપ્રધાન મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને આગળ વધારી રહી છે
• કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રહેવા માટે 5000 રૂમનું ભવ્ય સંકુલ નિર્માણ થશે
• વર્ષે એક કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવું લક્ષ્યાંક: હાલમાં વર્ષે 40 લાખ પ્રવાસીઓ SOUની મુલાકાતે
• રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવા સરકારના પ્રતિનિધિ અને રાજવીઓના પરિવારજનોની કમિટી બનાવીને તેમના સૂચનો લેવાશે
• ભૂતકાળમાં રાજવીઓએ આપેલા સુશાસનમાંથી અમે પ્રેરણા લઈને પ્રજા કલ્યાણના કાર્યો કરીએ છીએ
• આ મ્યુઝિયમ ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં કામ કરાશે
• સીએમ રૂપાણીએ રાજવીઓના પરિવારજનોનો દેશ પ્રત્યેના સમર્પણ ભાવને બિરદાવીને મ્યુઝિયમ બનાવવામાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીઓના પરિવારજનો દ્વારા સીએમ રૂપાણીએ રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો. આ બેઠકમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.