ETV Bharat / state

મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવીને અંગત પળોનો વીડિયો ઉતારી રૂપિયા 15 લાખની માંગણી કરી - Gandhinagar crime news

મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી અંગત પળોનો ખાનગી રીતે વીડિયો બનાવીને રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. અન્ય ત્રણ સાગરીતોને સાથે રાખી મહિલા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. બ્લેકમેલિંગ કરતી મહિલા અને ત્રણ સાગરીતો વિરુદ્ધ વેપારીએ ફરીયાદ દાખલ કરી છે.

મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવીને અંગત પળોનો વીડિયો ઉતારી રૂપિયા 15 લાખની માંગણી કરી

author img

By

Published : Jun 14, 2021, 4:06 PM IST

  • અંગત પળોનો વીડિયો બનાવી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી
  • અન્ય ત્રણ સાગરીતોને સાથે રાખી બ્લેકમેલિંગ કરતી હતી મહિલા
  • વેપારીએ સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી

ગાંધીનગર : મહિલાએ પૂર્વયોજીત કાવતરુ રચી ગાંધીનગરના ઝેરોક્ષનું કામ કરતા વેપારીને પ્રેમજાળમાં ફસાવી વેપારીને વિશ્વાસમાં લઇ કાવતરાના ભાગરૂપે હોટેલ હવેલી ઇનમાં લઈ જઈ, અંગત પળો માણ્યા બાદ વેપારીની જાણ બહાર ખાનગીમાં કાજલ ઉર્ફે પાયલે અંગત પળોના કોઈપણ રીતે વિડીયો બનાવી થોડા દિવસ બાદ વેપારીને અન્ય સાગરિતો સાથે મળી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ મામલે મહિલાએ તેના ત્રણ સાગરિતો વનરાજ, જય અને ભરત સાથે મળી રૂપિયા 15 લાખ ની માગણી કરી હતી. વાંરવાર ધમકીઓ મળતા વેપારીએ સેક્ટર 21 માં ફરિયાદ દાખલ કરી હતી.

ઝેરોક્ષની દુકાનના વેપારીની વોટ્સએપ કરી પ્રિન્ટ કાઢવા જણાવ્યું અને ત્યારથી બંને વચ્ચે પરિચય થયો

શહેરમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા વેપારીને ડોક્યુમેન્ટ કાઢી આપવા વોટ્સએપ મેસેજ આવ્યો. બે ત્રણ ડોક્યુમેન્ટના ફોટા વેપારીના મોબાઈલ પર આવ્યા અને થોડીવાર પછી એ જ મોબાઈલ પર ફોન આવ્યો અને સામેથી કોઈ મહિલા બોલતી હતી. આ ડોક્યુમેન્ટ કાઢી રાખજો હું થોડીવારમાં લઈ જઉં છું તેમ કહી કોઈ ઓળખીતું હશે તે સમજી વેપારીએ પ્રિન્ટ કાઢી રાખી, જે પ્રિન્ટ લેવા એક કલાક પછી મહિલાએ ફોન કર્યો અને તેની ઓળખ પાયલ તરીકે આપી પ્રિન્ટ લેવા આવીને ત્યાંથી હસતા હસતા જતી રહી હતી. આ રીતે વારંવાર મેસેજો આવતા બંને વચ્ચેનો પરિચય વધ્યો હતો.

અંગત પળો માણતો વીડિયો મહિલાએ ખાનગીમાં વેપારીની જાણ બહાર ઉતારી લીધો

20 દિવસ પછી મહિલાનો મેસેજ આવ્યો અને તેને વેપારીની ઇન્ફોસિટી બોલાવ્યો ત્યારે આ મહિલા એટલે કે, પાયલે ચાલો આપણે બંને હોટલમાં જઈએ જેથી વેપારી લાગણીવશ થઈને સેક્ટર 16માં આવેલી એક હોટલમાં મહિલા સાથે ગયા હતા. જ્યાં પાયલે વેપારીને કહ્યું, હોટલમાં મારી ઓળખાણ છે. તેમ કહી વેપારીનું ઓળખકાર્ડ અને 2000 રૂપિયા લીધા. થોડીવાર બાદ વેપારીને ઉપર બોલાવી લીધો બંને હોટેલમાં દોઢ કલાક જેટલો સમય વિતાવ્યો. એકબીજાની મરજીથી અંગત પળો પણ માણી આ જ વખતે પાયલે ખાનગીમાં વેપારીની જાણ બહાર વીડિયો ઉતારી લીધો હતો.

15 લાખ આપ, નહીં તો વીડિયો ફરતો કરી દઈશ

વીસેક દિવસ પછી કોઈ પુરુષનો ફોન આવ્યો અને તેની ઓળખ વનરાજ તરીકે આપી અને વેપારીને કહ્યું કે, તારો વીડિયો અમારી પાસે છે. તું 15 લાખ રૂપિયા આપ નહિતર સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો કરી દઈશ. વેપારીએ ગભરાઈને ફોન કાપી નાખ્યો પાયલ તેના મળતિયા માણસો સાથે વારંવાર ફોન કરાવતી હતી અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી પૈસાની માગણી સતત કરતી હતી પરંતુ વેપારી પાસે પૈસા ના હોવાથી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું જેથી પાયલ વનરાજ સાથે તેના વેપારીના ઘરે આવી પહોંચી તેમને ફરી વીડીયો વાયરલ કરવાની ધમકી આપી. તેમને અન્ય જય અને ભરત નામના વ્યક્તિ જોડે વાત કરી અને ત્યાંથી વેપાટીનો મોબાઈલ ફોન લઈ જતા રહ્યા વનરાજ પાયલને કાજલ તરીકે બોલાવતો હતો ત્યારે તેનું અસલી નામ સામે આવ્યું. ફરી થોડા દિવસ બાદ વનરાજ નામના વ્યક્તિ આવ્યો અને વેપારીને ફોન પાછો આપી ધમકી આપી જતો રહ્યો હતો. આ પ્રકારની હેરાનગતિથી કંટાળીને વેપારીએ અંતે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.