ETV Bharat / state

COVID-19: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, 73 પોઝિટિવ કેસ નોંધાયા, 6 લોકોનાં મોત - corona effects in gujrat

રાજ્યમાં કાળો કહેર બનીને ત્રાટકનારો કોરોના વાઇરસ દિવસેને દિવસે જોખમી બનતો જાય છે. મંગળવાર સવાર સુધીમાં કુલ 73 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ ઉપરાંત 6 લોકોનાં મોત થયાં છે.

COVID-19: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, 71 પોસીટીવ કેસ નોંધાયા, 6 લોકોનાં મોત
COVID-19: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, 71 પોસીટીવ કેસ નોંધાયા, 6 લોકોનાં મોત
author img

By

Published : Mar 31, 2020, 8:47 AM IST

Updated : Mar 31, 2020, 12:00 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોના સામે જંગ લડવા માટે આરોગ્ય વિભાગ સજ્જ થયું છે, ત્યારે કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. રવિવારે સવારે અમદાવાદમાં 3 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ 63 દર્દી થયા હતા, પરંતુ બપોર બાદ વધુ 6 કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમાં પોઝિટિવ કેસનાં આંક 69 પર પહોંચ્યો છે. તેમજ સુરતમાં અને રાજકોટમાં વધુ એક-એક નવા કેસ,અમદાવાદમાં એક પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 73 થયા છે. આ ઉપરાંત અત્યાર સુધી કોરોનાના કારણે રાજ્યમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જાણો ક્યા શહેરમાં કેટલા કેસ પોઝિટિવ

  • અમદાવાદ-25 (3 મોત)
  • ગાંધીનગર-9
  • વડોદરા-9
  • રાજકોટ-10
  • સુરત-9 (1 મોત)
  • ગીર સોમનાથ-2
  • કચ્છ-1
  • મહેસાણા-1
  • પોરબંદર-1
  • ભાવનગર-6 (2 મોત)

5 મહાનગર હોટ સ્પોટ જાહેર

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં નોંધાયા છે. જેથી, આ 5 મહાનગર કોરોના માટે હોટસ્પોટ બની ગયાં છે. મહાનગરપાલિકા દ્વારા આ 5 મહાનગરમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોના સંપર્કમાં આવ્યા છે અને જે મોટી ઉંમરના લોકો છે તેમની તપાસ કરવામાં આવશે.

Last Updated : Mar 31, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.