- રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 2,270 કેસ
- કોરનોના કારણે રાજ્યમાં 8ના મોત
- રાજ્યમાં કોરોના સંક્રમણમાં ભયંકર વધારો
ગાંધીનગર : રાજ્યમાં રવિવારના રોજ 2,270 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 11,528 પોઝિટિવ કેસ છે. જેમાંથી 152 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 11,376 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,84,846 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,492 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં 611 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં 609 નોંધાયા છે. વડોદરામાં 202 અને રાજકોટમાં 159 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો - અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ : અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ નોંધાયા
બીજા ડોઝમાં 6,29,222 લોકોનું વેક્સિનેશન કરાયું
રાજ્યમાં કોરોના વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે, તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 45,66,151 વધુ અને બીજા ડોઝમાં 6,29,222 લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડ અસર થઈ નથી.
આ પણ વાંચો - 1 એપ્રિલથી દેશના તમામ રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છતા નાગરિકોનો RT-PCR ફરજિયાત : નીતિન પટેલ
આ પણ વાંચો - નવસારી કોરોના અપડેટ : 13 પોઝિટિવ કેસ નોંધાયા