ગાંધીનગરઃ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા કુલ 226 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાંથી 164, સુરતમાં 14, વડોદરામાં 15, ગાંધીનગરમાં 6, આણંદમાં 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, રાજકોટમાં 9 કેસ નોંધાયા છે. અમદાવાદ ગુજરાતનું કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. અહીં કોરોનાને કાબુમાં લેવો એક પડકાર બની ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાવાયરસ 3,774 કેસ સામે આવ્યા છે. હવે સરકારના બ્રહ્માસ્ત્ર પણ કામ કરતા નથી. તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં કોરોનાવાયરસ આંકડાને લઇને વિસંગતતા જોવા મળી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકમાં 5 બતાવવામાં આવી રહ્યા છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગ 6 કેસ બતાવી રહ્યું છે. આ પ્રકારનો સીનારીઓ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. જિલ્લા અને રાજ્યના તંત્ર વચ્ચે સંતુલન ન હોય તે બતાવી રહ્યું છે. બીજી તરફ કલેકટર પણ કોઈ ખુલાસો કરતા નથી.