ETV Bharat / state

સેક્શન ઓફિસર, સિવિલના તબીબ અને શાકભાજીના દલાલ સહિત જિલ્લામાં 20 લોકો કોરોના સંક્રમિત - Positin case of Gujarat Corona

કોરોના વાયરસના આંકડા ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારને હચમચાવી રહ્યા છે. ત્યારે શનિવારે શહેરમાં 7 અને ગ્રામ્ય વિસ્તારમાં 13 લોકો કોરોના સંક્રમિત થયા છે. શહેરમાં અત્યાર સુધી 421 અને ગ્રામ્ય વિસ્તારમાં 903 લોકો પોઝિટિવ થયા છે.

ગાંધીનગર શહેર અને ગ્રમ્ય વિસ્તાર સહિત કોરોના નવા 20 કેસ નોંધાયા

author img

By

Published : Jul 26, 2020, 10:30 PM IST

ગાંધીનગર: શહેરમાં આજે 7 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં સેક્ટર 4માં રહેતા અને નવા સચિવાલય બ્લોક નંબર 5માં આવેલા પશુપાલન વિભાગમાં સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતા 57 વર્ષિય આધેડ સંક્રમિત થયા છે. સેક્ટર 12માં રહેતી 24 વર્ષીય મહિલા તબીબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જ્યારે 47 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ થયા છે. સેક્ટર 2માં રહેતા 52 વર્ષીય મહિલા, સેક્ટર 27મા રહેતાં 85 વર્ષીય મહિલા, સેક્ટર 3A ન્યૂમાં 52 વર્ષીય શાકભાજીના દલાલ અને સેક્ટર 5Cમાં રહેતો 42 વર્ષીય પુરુષ જે બિઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે સેક્ટર 25 જીઆઇડીસીમાં ફરજ બજાવે છે તે સંક્રમિત થયો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 13 કેસ સામે આવ્યા છે જેમાં ગાંધીનગર તાલુકામાં 10, માણસામાં 2 અને કલોલમાં 1 કેસ સામે આવ્યા છે. માણસા શહેર વિસ્તારમાં 50 વર્ષિય આધેડ અને પ્રતાપનગર ગામમાં રહેતી 55 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે. જ્યારે કલર બન વિસ્તારમાં 75 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. જ્યારે આજે સમગ્ર જિલ્લામાં ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 10 કેસ આવ્યા છે.

જેમાં કોબામાં 58 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલા, કુડાસણમાં 32 વર્ષીય યુવક, કાનપુરમાં 10 વર્ષનો બાળક, ઉનાવામાં 39 વર્ષીય યુવક, મિલિટરી હોસ્પિટલમાં 43 વર્ષીય પુરુષ, રાધેજા માં 44 વર્ષીય પુરુષ, વાવોલમાં બે કેસ સામે આવ્યા છે. જેમાં 68 વર્ષીય પુરુષ અને 45 વર્ષીય મહિલા જ્યારે આદરજ ગામમાં 24 વર્ષીય યુવતી કોરોના સંક્રમિત થઇ છે. તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 903 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે. જ્યારે શહેર વિસ્તારમાં 421 લોકો પોઝિટિવ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.