આ કાર્યક્રમમાં પોલીસ ફોર્સના ડૉ.મુકેશ સક્સેનાએ કહ્યું હતું કે, પરિવારથી દૂર રહેવાના કારણે વ્યક્તિમાં નિરાશ આવી જતી હોય છે,પરિણામે આત્મહત્યા કરવા મજબૂર બને છે.રાજ્યમાં યુવાનો અને ખાસ કરીને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે.સફળતા માટે ટૂંકો રસ્તો અપનાવતા યુવાનોને સફળતા નહીં મળવાના કારણે આત્મહત્યા કરવા મજબૂર બને છે. કેટલાક કિસ્સામાં માતા-પિતા દીકરાની ઈચ્છા પૂરી નહીં કરતા હોવાથી વહાલસોયો મોત મેળવી લે છે.સમય બદલાયો હોવાથી માનસિક રોગીઓનું પણ પ્રમાણ વધ્યું છે, ત્યારે પોલીસ વિભાગ, BSF, CRPF, કે, આર્મીમાં ફરજ બજાવતા જવાનો પણ આ પ્રકારનું કૃત્ય કરવા લાગ્યા છે ત્યારે તે ચિંતાનો વિષય બની ગયો છે.
આ અધિકારીઓને પરિવાર સાથે સમય ગાળવા મળતો ન હોય તે પથી ઘણી વાર હતાશા તરફ દોરી જાય છે. આ નોકરીની માગ પદાર્થોના દુરૂપયોગ, અસ્વસ્થતા, હતાશા પોલીસ કર્મચારીઓમાં અસ્પષ્ટતા, અધીરાઈ અને ચીડિયાપણું જેવા દુરૂપયોગ વર્તન સાથે સંકળાયેલી છે. આ કામની પરિસ્થિતિઓ પણ પરિવારમાં આઘાતજનક તાણ, બાળકોના શિક્ષણની અવગણના અને માતાપિતાના બંધન તરફ દોરી જાય છે. તે સમયે સાથીઓ અને ઉપરી અધિકારીઓ દ્વારા કલંકિત થવું અથવા તેને બહિષ્કૃત કરવાના ડરથી, ફરજ માટે અયોગ્ય જાહેર કરવાના ડરથી, મહત્વપૂર્ણ પોસ્ટિંગ્સ માટે અવગણના વગેરેના ડરથી માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓની ખુલ્લેઆમ ચર્ચા કરવાનું ટાળવાનું વલણ જોવા મળે છે.
સુરક્ષા વિભાગના કર્મચારીઓમાં આ પ્રકારની નકારાત્મકતા દૂર થાય તે માટે માટે ગાંધીનગર પાસે પાલજમાં આવેલી ઈન્ડિયન પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં ચિંતા કરવામાં આવી હતી.જેને લઇને બે દિવસીય સેમિનારનો શુભારંભ કરાયો હતો. વિશ્વમાં 45 કરોડ લોકો માનસિક અને તેના સંબંધિત બીમારીઓથી પીડિતા હોય છે. દુનિયાભરમાં આ બીમારી માટેનું મુખ્ય કારણ માનસિક તણાવ છે. દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ માનસિક રોગનો શિકાર બને છે, ત્યારે સેમિનારમાં CRPF, BSF, આર્મી અને ગુજરાત પોલીસના કર્મચારીઓને તણાવથી મુક્ત થવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સના જી.એસ.મલિક,ગુજરાત રાજ્ય માનસિક સ્વાસ્થ્ય પ્રાધિકરણના ડૉ.અજય ચૌહાણ સાઈઝ મોટી સંખ્યામાં સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા અલગ-અલગ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ સેમિનારમાં જણાવ્યું હતું કે,વર્ષ 2013માં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વૈશ્વિક 20 બીમારીઓમાં પાંચ પ્રકારની માનસિક બીમારીઓ સામે આવી હતી. ખાસ કરીને ડીપ્રેશન, ચિંતા, વિકાર, સ્ક્રીઝોફેનિયા, દ્વિધ્રુવીનો સમાવેશ થાય છે.જ્યારે 2020 સુધી ડિપ્રેશન વિશ્વમાં બીજા નંબરનો રોગ બની જશે આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તમામ કર્મચારીઓને તેનાથી દૂર રહેવા માટે યોગ, પ્રાણાયામ અને કસરત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.