રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી યોજાશે.અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા હતાં. આ ઉપરાંત અન્ય ચાર બેઠકના ધારાસભ્યો લોકસભામાં વિજેતા થતા પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીકૃષ્ણએ કહ્યું કે, મતદાન મથકો ઉપર વીજળી, પીવાના પાણી, ફર્નિચર તમામની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે 6 જિલ્લાઓમાં એસટી નિગમની 156 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 6 બેઠકો ઉપર 1805 હથિયાર જમા લેવામાં આવ્યા છે. બેઠકો પર સર્વેલન્સ ટીમ નક્કી કરવામાં આવી હતી જેમાં 21 ફ્લાઈંગ સ્કૉવડ, 15 વીડિયો સર્વેલન્સ ટીમ, 6 વિડીયો ટીમ અને 24 સાબિતી કાર્યરત કરાઇ છે. ચૂંટણીના જાહેરનામા બાદ 32 સર્વેલન્સ ટીમે 6 મદદનીશ અને ખર્ચ નિરીક્ષકને કામે લગાડયા છે. ત્યારે આ વિસ્તારોમાંથી અત્યાર સુધી 57.62 લાખનો 9746 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
બેઠક | મતદાન મથક | મતદાન સ્થળ | પુરુષ | સ્ત્રી | ત્રીજી જાતિ | કુલ |
થરાદ | 260 | 142 | 1,15,711 | 1,02,138 | 0 | 2,17,849 |
રાધનપુર | 326 | 222 | 1,40,291 | 1,29,548 | 3 | 269842 |
ખેરાલુ | 269 | 168 | 1,08,930 | 1,00,707 | 3 | 2,09,640 |
બાયડ | 316 | 253 | 1,18,848 | 11,2,339 | 0 | 2,31,185 |
અમરાઇવાડી | 253 | 51 | 1,49,188 | 1,29,891 | 3 | 1,79,082 |
લુણાવાડા | 357 | 278 | 1,38,023 | 1,31,091 | 3 | 2,69,117 |