- 1200ની જગ્યાએ 900 બેડની હોસ્પિટલ
- ફર્સ્ટ ફેઝમાં 250 બેડ ઉભા કરાશે
- અલગ અલગ ફેઝમાં શરૂ કરાશે હોસ્પિટલ
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે DRDO અને ગુજરાત ગવર્મેન્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગર ખાતે કોરોના હોસ્પિટલ બનવાને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગેટ નંબર 6 પાસે એક નવો ગેટ પણ ઉભો કરવામાં આવી રહ્યો છે જયા એક ડોમ પણ ઉભો કરી દેવામાં આવ્યો છે. જ્યારે અંદર વાયરીંગ વેન્ટિલેટર બેડ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેથી ટૂંક સમયમાં હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે ઉભી કરવામાં આવશે.
આ પણ વાંચો: કોરોના દર્દી માટે 1,200 બેડની હોસ્પિટલ હેલીપેડના બદલે હવે મહાત્મા મંદિરમાં બનશે
ફર્સ્ટ ફેઝમાં 250 બેડ ઉભા કરવામાં આવશે જેમાં ઓક્સિજન, વેન્ટિલેટરના મોટાભાગના બેડ
900 બેડની મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલમાં ફેઝ પ્રમાણે બેડ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'શરૂઆતમાં 250 બેડ તાત્કાલિક ઉભા કરવામાં આવશે. જેમાં મોટાભાગના ઓક્સિજન સહિતના બેડ હશે. જ્યાં દર્દીઓને આ પ્રકારની સારવાર તત્કાલ ઉભી કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. જો કે, બાકીના બેડની કામગીરી પણ આ સાથે શરૂ કરાશે. જેમ બેડ બનતા જશે તેમ તેમ અલગ ફેઝમાં દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ રીતે ફેઝ પ્રમાણે 900 બેડની હોસ્પિટલ બનશે'
આ પણ વાંચો: જૂનાગઢ કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ બજાવી રહ્યા છે કાબિલેદાદ સેવાઓ
દર્દીઓની ડેડ બોડી લઈ જવા માટે વરંડી તોડીને નવો ગેટ બનાવવામાં આવ્યો
મહાત્મા મંદિર ખાતે ગેટ નંબર છ પાસે વરંડી તોડીને નવો ગેટ અત્યારે ઉભો કરવામાં આવી રહ્યો છે. જ્યાં સૂત્રોનું કહેવું છે કે, 'કોરોના દર્દીની ડેડબોડી અહીંથી બહાર લઇ જવામાં આવશે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઇ છે. આ ઉપરાંત આ ગેટ પાસે ડોમ ઉભો કરી દેવામાં આવ્યો છે. જ્યાં દર્દીઓના સગાને બેસવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જો કે, મહાત્મા મંદિરના અંદરના ભાગમાં મોટાભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં બેડ ગોઠવાઇ ગયા છે, વેન્ટીલેટરની કામગીરી થઈ રહી છે. વાયરીંગની તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ રીતે અલગ અલગ ફેઝ પ્રમાણે બવડ ઉભા થઇ રહ્યા છે. જેમાં પહેલા ફેઝમાં 250 બેડ ઉભા કરાશે'