ગાંધીનગર: રાજ્યમાં માર્ચ મહિનામાં યોજાયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા તૈયાર થઇ ગયું છે, જે રવિવારે 17 મેના રોજ સવારે 08:00 વાગ્યે શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર જાહેર આવશે.
આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરી લેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓને રવિવારે 17 મેના રોજ સવારે 08:00 શિક્ષણ વિભાગની વેબ સાઇટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે ત્યારે આવતીકાલે તેમના પરિણામ પર તેમના ભવિષ્યનો નિર્ણય થશે.
જો કે ગઇકાલે ફક્ત ઓનલાઇન જ પરિણામ જાહેર થશે જ્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટ અને પ્રમાણપત્ર માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી તારીખ જાહેર કરવામાં આવશે.