ETV Bharat / state

ભાજપના 100 નવા ચહેરા સામે વિપક્ષની શું સ્ટ્રેટેજી રહેશે?

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હિંમતનગરમાં પેજ સમિતીના સંવાદમાં માસ્ટરસ્ટ્રોક માર્યો હતો અને કહ્યું હતું કે 2022માં 100 ધારાસભ્યોની જગ્યા ખાલી પડવાની છે, જેથી આપણે 100 ધારાસભ્યો નવો શોધવાના છે. જે નિવેદન પછી 100 જૂનાજોગીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પણ બીજી તરફ આ નિવેદન પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સ્ટ્રેટેજી બદલાવ પર વિચાર કરી રહી છે. ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ

ભાજપના 100 નવા ચહેરા સામે વિપક્ષની શું સ્ટ્રેટેજી રહેશે?
ભાજપના 100 નવા ચહેરા સામે વિપક્ષની શું સ્ટ્રેટેજી રહેશે?
author img

By

Published : Oct 14, 2021, 9:58 PM IST

  • ભાજપ 100 નવા ચહેરા શોધશે
  • જૂનાજોગીઓમાં ભારે ફફડાટ
  • નવી ચહેરા સામે ચૂંટણી લડવી કોંગ્રેસ અને આપ માટે સરળતા થશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે, તે પહેલા ભાજપનો રીપીટ થીયરી અપનાવવા તૈયાર થઈને બેઠો છે. ભાજપ પ્રદેશ પ્રમુખે જાહેર કાર્યક્રમમાં કહી દીધુ છે કે 100 ધારાસભ્યો નવા શોધવાના છે. આમ કહીને ગુજરાત ભાજપની રાજનીતિમાં ચર્ચા જગાવી દીધી છે.

રીપીટ થીયરી અપનાવાય તો શું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જો નો રીપીટ થીયરી અપનાવે તો 65 વર્ષથી ઉપરના ટિકિટ નહીં આપે અને ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલા ધારાસભ્યોને ટિકિટ નહીં આપે. આમ 65 વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલા ધારાસભ્યોમાં ફફડાટ છે કે હવે આપણને ટિકિટ મળવાની નથી. એટલે જૂનાજોગીઓ કોરાણે મુકાઈ જશે અને તેમણે કાર્યકર્તા બની જવું પડશે, તે વાત નક્કી છે. નવા ઉમેદવાર સાથે રહીને તેનો પ્રચાર જૂનાજોગીઓએ કરવાનો આવશે. ટૂંકમાં આવા જૂના ધારાસભ્યોમાં ફફડાટ તો છે કે સાલી આ વખતે આપણને ટિકિટ મળવાની નથી. પાછું પાટીલે કહ્યું કે ધારાસભ્યોની વાત આવે એટલે સીધા સાહેબ જ આવે. કોને કાપવા અને કોને આપવી તે મારા હાથમાં નથી. એટલે જૂના ધારાસભ્યો સાહેબ પાસે રજૂઆત કરવા જવાના નથી અને કોઈ વિરોધ પણ કરવાના નથી. જો વિરોધ કરે તો કેરિયર ખલાસ થઈ જાય.

2022ની ચૂંટણીમાં યુવાનોને તક મળશે
આ તો ભાજપની પાર્ટીની અંદરની વાત છે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સ્ટ્રેટેજી બદલશે. ભાજપના જૂનાજોગી ધારાસભ્યો સામે તેનાથી મજબૂત અને સક્ષમ ધારાસભ્ય મુકવો પડતો હતો. હવે ભાજપના નવા ચહેરા સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નવા ચહેરાને મુકી શકે છે. યુવા ચહેરાને પણ ઉભા રાખશે એટલે બહુ ટેન્શન જેવું રહેશે નહીં. ભાજપ જો નવા ચહેરાને સ્થાન આપે તો પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બહુ વિચારવાનું રહેશે નહી, માત્ર ઉમેદવારની પંસદગી જ મહત્વની રહેશે.

ભાજપના 100 નવા ચહેરા સામે વિપક્ષની શું સ્ટ્રેટેજી રહેશે?
સ્થાનિક પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવીશું: કોંગ્રેસગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ETV Bharatને જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કોને ટિકિટ આપવી કોને ન આપવી તે દરેક પાર્ટીની પોતાની રણનીતિ અને અન્ય પાસાને ધ્યાને રાખીને કરતી હોય છે. જે પાર્ટીની પોતાની રણનીતિ અને થિયરી હોય છે. જ્યાં સુધી સવાલ ભાજપનો છે ત્યારે ભાજપ ચહેરો બદલવાનો પ્રયત્ન કરે છે પરંતુ ભાજપનું ચરિત્ર એક જ છે. જન વિરોધી નીતિ, ખેડૂતો વિરોધી નીતિ, યુવા વિરોધી નીતિ જેનાથી ગુજરાત પરેશાન છે. ત્યારે ભાજપે હજુ વિચારવાની જરૂર છે. ચહેરો બદલવાની જરૂર નથી ભાજપે ખરેખર પ્રજાની સેવા કરવી હોય તો તેમને ચરિત્ર બદલવાની જરૂર છે. કોંગ્રેસ પક્ષની જ્યારે વાત છે. ત્યારે 2017 વિધાનસભાની ચૂંટણીમાં 80 ધારાસભ્યને જનતાના આશીર્વાદ મળ્યા હતા. કેટલીક કમીઓને કારણે સત્તા મેળવી શક્યા ન હતા પરંતુ હવે નિશ્ચિત રીતે અને પૂર્ણ વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કિસાનો માટે થઈ જન આંદોલન કરવામાં આવ્યા છે. સ્થાનિક મુદ્દાઓને લઈ પ્રજા સુધી પહોંચવાના આવશે. યુવાનો બેરોજગાર છે જે મુદ્દાને ઉઠાવવામાં આવશે, જે વિષયને લઈને કોંગ્રેસ રણનીતિ તૈયાર કરશે. જેમાં લોકોને કેવી રીતે ન્યાય આપી શકાય તે પ્રથમ મુદ્દો રહેશે. જ્યારે કોંગ્રેસમાં ચહેરાની વાત છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ નવા ચહેરાની સાથે જૂના ચહેરા અને યુવાનોને તક વધુમાં વધુ આપવામાં આવશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.આપ તમામ નવા ઉમેદવારોને જ ઉભા રાખશેઆપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 ઉમેદવાર સાથે પહેલી વાર ફુલફ્લેગમાં ચૂંટણી લડી રહી છે. જેથી તેના તો તમામ ધારાસભ્યો નવા જ હશે. ભાજપના નવો ચહેરો ધરાવતાં ઉમેદવાર સામે આમ આદમી પાર્ટીના નવા ઉમેદવારનો મુકાબલો સરળ રહશે. જો કે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારના પ્રચાર માટે અને ભાજપની નિષ્ફળ નીતિઓ પ્રજા વચ્ચે લઈ જવી પડશે. તો તે સફળ થશે.દરેક પાર્ટીની સ્ટ્રેટેજી અલગઅલગ હોય છેરાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ETV Bharat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે જ્યારે કોઈ પણ રાજકીય નેતા આ પ્રકારના નિવેદન આપે ત્યારે વિચારવું જોઈએ કે કોના માટે થઈ આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે, જ્યાં સુધી નરેન્દ્ર મોદી, અમિત શાહ અથવા સી.આર.પાટીલ જ્યારે આ પ્રકારના નિવેદન આપે ત્યારે તેનો સીધો અર્થ થઈ રહ્યો છે કે કાર્યકર સુધી પહોંચવાનો કાર્યક્રમ ઉત્સાહ જોમ જુસ્સો વધારવાનો છે કારણે કે તેઓને પણ વ્યક્તિગત થાય કે તેમને પણ ચૂંટણી લડવાનો ચાન્સ મળી શકે તેમ છે. કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે થઈને આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે CR પાટીલે કહ્યું કે નવા 100 ચહેરા શોધવાના છે. પરંતુ એવું નથી કીધું કે ઝીરોનો રિપીટ થિયરી એટલે ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો રહેલી છે. જેમાંથી હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય રહેલા છે. જ્યારે 182માંથી 111 ધારાસભ્ય હોય તો, નવા શોધવાના આવે 71 નવા ચહેરા તો ભાજપે શોધવાના જ છે. જ્યારે બાકીના 29 ચહેરા ભાજપે કાર્યરત 111 ધારાસભ્યમાંથી કાઢીને નવા ચહેરાઓ લેવાના રહેશે. જ્યારે કોઈપણ પ્રકારની નારાજગી અથવા ફરિયાદ રહેલી હશે તો પણ ટિકિટ આપવી કે નહીં તે નક્કી કરવામાં આવશે. હાલ ભાજપે આંકડો મોટો બતાવ્યો છે. આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરાઓ લેવામાં આવશે, પરંતુ આ માત્ર આંકડો મોટો રહેલો છે. ભાજપે એવું નથી કહી રહ્યાં કે અમારે 71 નવા ચહેરાઓ તો શોધવાના જ છે. જોકે ભાજપના આ પ્રકારના નિવેદનથી કાર્યકરોમાં જોરદાર રીતે જુસ્સો અને ઉત્સાહ વધી જાય છે. જ્યારે કોંગ્રેસની વાત આવે છે. ત્યારે કોંગ્રેસ આ પ્રકારની થિયરી પર કામ ન કરી શકે કારણે હાલ કોંગ્રેસ પાસે 68 ધારાસભ્ય રહેલા છે. હાલ તેઓને 68 ધારાસભ્યને ટિકિટ ન આપે તો તેમને 182 નવા ઉમેદવાર લાવવા પડે તેમ થઈ જાય છે. જ્યારે ગુજરાત કોંગ્રેસમાં રહેલા સિનિયર નેતાઓ પોતાની ગેમ છોડી જાય તેમ લાગી રહ્યું નથી. જ્યારે ભાજપમાં કોઈ પણ પ્રકારની આ પ્રકારનું નિવેદન આવે ત્યારે તેઓ એક ચોક્કસ મેસેજ કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદને આપવા માંગતા હોય છે કે તમે લોકો કઈ જ નથી તમે લોકો પોતાના દમ પર ચૂંટણી જીતીને નથી આવ્યા, જ્યારે ભાજપ તમને ડ્રોપ કરે તો પણ તમે ભાજપને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકો તેમ નથી. જ્યારે કોંગ્રેસ આ પ્રકારની થિયરી પર કામ ન કરી શકે તેવું લાગી રહ્યું છે.

For All Latest Updates

TAGGED:

ETVBHARAT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.