દેવભૂમિ દ્વારકાઃ હાલ દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રકોપ છે. જેથી આ કોરોના મહામારીથી દેશને બચાવવા માટે ભારત સરકારે 3-3 વખત દેશને લોકડાઉન પણ કર્યો છે. આમ છતાં આ કપરો વાઇરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો.
લોકડાઉનને કારણે અનેક લોકોની રોજીરોટીની સમસ્યા ઊભી થઇ છે. જેમાં ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાનારાને એક ટંકનું ભોજન પણ મળતું નથી. જેથી આવા સમયે ભારત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા કરનારા ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન 15ના સૂચન મુજબ ઓખા કોસ્ટ ગાર્ડ સ્ટેશનના શિપ 'મીરા બહન'ના તમામ કર્મચારીઓ શિપપર ભોજન બનાવીને જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છે.