દેવભૂમિ દ્વારકા: જિલ્લાના દ્વારકાધિશ મંદિર (Bhagavat Saptah started in Dwarka) ખાતે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે આજે મંગળવારથી સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો (Shrimad Bhagavat Saptah) પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભાગવત સ્પતાહ 7 દિવસ સુધી ચાલશે.
લોકો પરંપરાગત પહેરવેશમાં પોથી યાત્રામાં જોવા મળ્યા
ભાગવત સ્પતાહમાં (Bhagavat Saptah) 251 પરિવારોએ કોરોનામાં ગુમાવેલા પોતાના સ્વજનના મોક્ષાર્થે પોથી નોંધાવી યજમાન બન્યા છે. કોરોનાની મહામારીમાં ભોગ બનનારા લોકોના પરિજનો દ્વારા પોથી નોંધાવામાં આવી છે. તો ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા તમામ ખેડૂતોના મોક્ષાર્થે પણ એક પોથી મુકવામાં આવી છે. કોરોનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના મોક્ષાર્થે એક પોથી મૂકવામાં આવી છે. દ્વારકાધીશના આશીર્વાદ લઈ જગત મંદિર શારદાપીઠથી પોથી યાત્રાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. સંત શ્રી જીવણનાથ બાપુ પણ આ પોથી યાત્રામાં જોડાયા હતા. લોકો પરંપરાગત પહેરવેશમાં પોથી યાત્રામાં જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રભરના સંતો મહંતો ઉપસ્થિત રહેશે
આ ભાગવત સપ્તાહના 7 દિવસમાં અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવશે. ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પોથી યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. અહી કપિલ પ્રાગટ્ય, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ વગેરે મહોત્સવ ઉજવાશે. માઁ બાપને ભૂલશો નહિ, દાંડિયા રાસ, સંતવાણી અને લોક ડાયરાના રાત્રી કાર્યક્રમો ઉજવાશે. આ ભાગવત સપ્તાહમાં સૌરાષ્ટ્રભરના સંતો મહંતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે.
આ પણ વાંચો: કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
આ પણ વાંચો: Dwarkadhish temple Gujarat: દ્વારકાધીશ મંદિરમાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી