દ્વારકા : દિલ્હીના તબલીઘી જમાત નિજામુદીન મરકજ કનેક્શન હવે દ્વારકા જિલ્લામાં પણ પહોંચી ગયું છે. તબલીઘી જમાત નિજામૂદીન મરકજ કનેક્શન જિલ્લાના દ્વારકા પોલીસમાં ફરજ બજાવતા જાવેદ ખફી નામના પોલીસ કોન્સ્ટેબલમાં સામે આવ્યુ હતું. જેમાં કર્મી થોડા સમય પહેલા દિલ્હી ગયેલા હોઈ જે તબલઘી જમાતના નિજામૂદિન દરગાહમાં ગયેલા હોવાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોય જેથી આરોગ્ય વિભાગ ચિંતામાં છે.
હાલ આ પોલીસ કોન્સ્ટેબલને કોરન્ટાઈન કરાયા છે. જેનો રિપોર્ટ આરોગ્ય વિભાગે તપાસ અર્થે મોકલેલો છે.