ભારત સરકારના ભારત સરકારના CAA અને NRC કાયદા લાગુ કરવાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગામોના મુસ્લિમો તેમજ અમુક દલિત આગેવાનોએ દ્વારકા ખાતે આવેલા હેલીપેડ ઉપર એકઠા થઈ અને મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમ રાવ આંબેડકરની તસ્વીરો સાથે મૌન રેલી કાઢીને દ્વારકાના ST રોડ, રબારી ગેટથી દ્વારકા પ્રાંત અધિકારીની કચેરી આવી અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
રેલીમાં અંદાજે 3 થી 4 હજાર જેટલા લોકો જોડાયા હતા. રેલીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીથી દ્વારકા જિલ્લાના DYSP-3 ,PI- 2 ,PSI.તેમજ SRP નો બંદોબસ્ત ગોઠવાયો હતો.