ETV Bharat / state

દ્વારકા સુદામા સેતુ બ્રિજ પર હવે બપોરે પણ જઈ શકાશે, યાત્રિકોને ધ્યાને લઈ લેવાયો નિર્ણય

દેવભૂમિ દ્વારકામાં યાત્રાળુઓને ધ્યાને રાખી દ્વારકામાં સુદામા સેતુ બ્રિજને બપોરે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બ્રિજને પહેલા સવારે અને સાંજે જ શરૂ રાખવામાં આવતો હતો.

મ
મં
author img

By

Published : Jan 23, 2021, 9:39 AM IST

  • દ્વારકામાં સુદામા સેતુ બ્રિજ બપોરે પણ ચાલુ રહેશે, યાત્રાળુઓને લઈને લેવાયો નિર્ણય
  • જરૂરિયાતને ધ્યાને લઈને હવે સુદામા સેતુને બપોરે પણ ખુલ્લો મુકવામાં આવશે
  • બપોરના સમયે પણ સુદામા સેતુનો લાભ યાત્રાળુઓ લઇ શકે

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા એક પવિત્ર ધામ તરીકે ઓળખાય છે. જ્યાં શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર આવેલું છે. દેવભૂમિ દ્વારકા ખાતે સુદામા સેતુને હવે બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે. જેથી બહારથી આવતા યાત્રાળુઓ લાભ લઈ શકશે. આજ સુધી સુદામા સેતુને સવારે અને સાંજે નિયત સમયે ચાલુ રાખવામાં આવતો હતો, પરંતુ યાત્રાળુઓના આવતા પ્રવાહ અને જરૂરિયાતને ધ્યાને લઈને હવે સુદામા સેતુને બપોરે પણ ખુલ્લો મુકવામાં આવશે. જેથી બપોરના સમયે પણ સુદામા સેતુનો લાભ યાત્રાળુઓ લઇ શકે છે.

દેવભૂમિ દ્વારકા ખાતે સુદામા સેતુમાંથી પસાર થઈને જ્યાં પાંડવો માટેના બનેલા પાંચ કુવાઓ અને ઋષિ ગુફા સહિતના ધાર્મિક સ્થળો આવેલા છે. જેનો લાભ દ્વારકા ખાતે આવતા શ્રદ્ધાળુઓ લેતા રહે છે. ઉલ્લેખનીય છે કે આ સ્થાળને પંચમ તીર્થ પણ કહેવામાં આવે છે. અહીં સમુદ્ર હોવા છતાં અહીંના પાંચ કુવાઓમાં મીઠું પાણી આજે પણ લોકોને સત નો સાક્ષાત્કાર કરાવે છે. યાત્રાળુઓ પવિત્ર ધામ દ્વારકામાં આવી ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શન કરી અને સુદામા સેતુનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે.સુદામા સેતુમાંથી પસાર થઈને જ્યાં પાંડવો માટેના બનેલા પાંચ કુવાઓ અને ઋષિ ગુફા સહિતના ધાર્મિક સ્થળો આવેલા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.