- દ્વારકાધીશ મંદિર ખાતે પૂનમની ઉજવણી કરવામાં આવશે
- તારીખ 19ના મંગળવારે શ્રીજીના રાસોત્સવની ઉજવણી
- મંદિરના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો
દ્વારકા: દ્વારકાધીશ મંદિર (Shree Dwarkadhish Temple) ખાતે રાસોત્સવ તેમજ પૂનમની ઉજવણી (Celebration of Poonam) કરવામાં આવશે. આને લઇને વહીવટદાર કચેરી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તારીખ 19ના મંગળવારે શ્રીજીનો રાસોત્સવ (Rasotsav), જ્યારે તારીખ 20 ના બુધવારે આસો સુદ પૂનમને લઈને મંદિરના દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
બપોરે 1થી 5 મંદિર બંધ રહેશે
તારીખ 19ના મંગળવારના રોજ શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવશે. સવારનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ યોજાશે, જ્યારે બપોરે 1 થી 5 મંદિર બંધ રહેશે. આ ઉપરાંત સાંજનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ યોજાશે. સાંજે 8થી 10 સુધી શરદ રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે.
પૂનમના દિવસે સવારે 6 કલાકે મંગળા આરતી
જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે, તારીખ 20, બુધવારના રોજ પૂનમના દિવસે સવારે 6 કલાકે મંગળા આરતી યોજાશે, જ્યારે 1 થી 5 વાગ્યે મંદિર બંધ રહેશે. સાંજના નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે.
આ પણ વાંચો: Bogus Marksheet Scam: ખંભાળિયામાં પકડાયું કૌભાંડ, આરોપી તરીકે AAP પ્રમુખની ધરપકડ
આ પણ વાંચો: દશેરા પર્વે દ્વારકાધીશજીના બાળ સ્વરૂપ દ્વારા કરાયું સમરી પૂજન