- દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળી RTPCR લેબ
- પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમ માડમ હાજર રહ્યા
- જિલ્લાના લોકોના 1 દિવસમાં કોરોનાનો રિપોર્ટ આવશે
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાંથી કોરોના પોઝિટિવ માટે જરૂરી RTPCR ટેસ્ટ કરવા માટે સેમ્પલ્સ જામનગર અને રાજકોટ લેબ ખાતે જતા હતા અને 4થી 7 દિવસે રિપોર્ટ આવતો હતો. જે હવે એક દિવસમાં જ દ્વારકા જિલ્લાના લોકોના કોવીડ 19 માટે RTPCR રિપોર્ટ આવી જશે.
આ પણ વાંચો: ખંભાળિયા ખાતે સાંસદ પૂમન માડમે ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ કર્યું
સાંસદની ઉપસ્થિતિમાં લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં આજ રોજ સોમવારે ગુજરાતના રાજયકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મીઓ, હોસ્પીટલમાં ફરજ બજાવતા કર્મીઓ, ભાજપ જિલ્લા પ્રમુખ ખીમ જોગલ સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ખંભાળિયામાં વૃદ્ધોને કોરોના રસી આપવામાં આવી
એક દિવસમાં કોવીડ 19નો RTPCR રિપોર્ટ મળશે
રાજયકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કોરોના પોઝિટિવ માટે જરૂરી RTPCR ટેસ્ટ કરવા માટે સેમ્પલ્સ જામનગર અને રાજકોટ લેબ ખાતે જતા હતા અને 4થી 7 દિવસે રિપોર્ટ આવતો હતો. જે હવે એક દિવસમાં જ દ્વારકા જિલ્લાના લોકોના કોવીડ 19 માટે RTPCR રિપોર્ટ આવી જશે. જેથી સંક્રમણ ફેલાતું પણ અટકી જશે. આ ઉપરાંત, લોકોની સારવાર પણ વહેલી તકે થઈ શકશે. જેથી, જિલ્લાના લોકો માટે એક મોટી રાહત થશે.