યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રીકો જગતમંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દ્વારકા દર્શનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જ્યારે આસો વદ 14ને રવિવારે 27 ઓક્ટોબરના રોજ રૂપ ચતુર્દશીના દર્શનનો કાર્યક્રમ સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે.
જ્યારે વદ 14ને રવિવારે 27 ઓક્ટોબરના રોજ દિપાવલી ઉત્સવ એટલે 5:00 ઉત્થાપન દર્શન અને 8:30 કલાકે હાટડી 9:30 કલાકે અનુસાર બંધ રહેશે. તેમજ આસો વદ 13ના સોમવારના 28 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ મંગળા આરતી 6:00 ગોવર્ધન મહાપૂજા 11:00 અને 1:00 મંદિર અનુસાર બંધ રહેશે. જ્યારે સાંજનો ક્રમ અન્નકૂટ દર્શન સાંજે 5 થી 7 કલાક રહેશે. કારતક સુદ 2ને મંગળવારે 29 ઓક્ટોબર ભાઈ બીજ ઉત્સવ મંગલા આરતી 7 કલાકે અને મહારાજ ભોગ બપોર 12 કલાકે 1 વાગ્યે અનુસાર બંધ રહેશે . તેમજ 5:00 કલાકે ઉત્પાદન દર્શન તેમજ રાત્રે 9:30 કલાકે શયન મંદિર બંધ રહેશે