- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ્સાર કંપની સામે વિકાસલક્ષી સરકારથી લઈને સરકારી બાબુઓ મૌન
- એસ્સાર કંપનીના કેમિકલ પ્રદૂષણના કારણે થતી આરોગ્ય ક્ષેત્રે ગંભીર બેદરકારી
- સ્થાનિક લોકોને આરોગ્યથી લઈ જોખમી બનેલી એસ્સાર કંપની સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવાની તૈયારીઓ
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકાની હદમાં આવેલા નાના માંઢા ગામના અગ્રણી આગેવાન સમાજસેવક દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા નામના વૃદ્ધે એસાર કંપની સમક્ષ નાના માંઢા ગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં એસાર કંપનીના પ્રદુષણ સહિતની હાલાકી આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ લેખિતમાં અવાર નવાર રજૂઆત કરેલી છે.
ગંભીર બેદરકારી સહિત સરકારી જમીનો ગોચરની જમીન અને ખરાબા કબ્જે કરનાર એસ્સાર
2016 થી એસાર કંપની દ્વારા થતી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. છેલ્લા ચાર વર્ષ તંત્ર કે વિકાસલક્ષી સરકારના નેતાઓ પ્રજાહિત કાર્યમાં નિષ્ફળ નીવડયા હોય તેમ તે વિસ્તારમાં ચૂંટણી બાદ દર્શન દુર્લભ હોય તે રીતે આજ દિવસ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની હદમાં આવેલા નાના માંઢા સહિતના ગ્રામ્ય વિસ્તારોને એસાર કંપનીના કેમિકલ પ્રદૂષણના કારણે થતી આરોગ્ય ક્ષેત્રે ગંભીર બેદરકારી સહિત સરકારી જમીનો ગોચરની જમીન અને ખરાબા કબ્જે કરનાર એસાર કંપની સામે જિલ્લાકક્ષાની ટીમ નિષ્ફળ નીવડી હોય તેવી સ્થાનિક લોકોની ફરિયાદો ઉઠી છે. જેને લઇ નાના માંઢાના અગ્રણી આગેવાન દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા અવારનવાર રજૂઆત લેખિતમાં કરેલ હોય છતાં તંત્રએ ધ્યાન ના દેતા હાઇકોર્ટ સુધી રિટ દાખલ કરી પ્રજાહિત કાર્ય કરવાની તૈયારીમાં છે.
એસ્સાર કંપની દ્વારા દબાણ અને પ્રદૂષણ અંગેની ફરિયાદો
સ્થાનિક લોકોમાં આશાઓ જન્મી છે કે હવે પ્રદૂષણમુક્ત ગ્રામ્ય વિસ્તારો આસપાસના ગામડાઓને દબાણ થતું અટકશે! એક તરફ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન જમીન માફિયાઓ સામે કડક કાયદાઓનું પરિપત્ર બહાર પાડ્યો છે તો બીજી તરફ જમીન ભૂમાફિયાઓ દ્વારા ગોચરની અને સરકારી ખરાબાની જમીનો કબજે કરી રહ્યા હોય તેમ નાના એવા નાના માંઢા ગામ ખાતે એસાર કંપની દ્વારા દબાણ અને પ્રદૂષણ અંગેની ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવતી નથી.