ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 22 બેઠકો માથી 21 બેઠક માટે રવિવારને 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનારી છે. જેમાં મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે છે. દ્વારકા જિલ્લાની 22 બેઠકો માંથી એક બીન હરીફ થતા હાલ 21 બેઠકો માટે ટોટલ 58 ઉમેદવારો મેદાને ઉતર્યા છે.

મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે
મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે
author img

By

Published : Feb 28, 2021, 8:00 PM IST

  • મુખ્ય જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે
  • ટોટલ 58 ઉમેદવારો મેદાને ઉતર્યા
  • સત્તાની સીટ મેળવવા બંને પક્ષ આમને-સામને

દેવભૂમિ દ્વારકા: ભાજપ-21, કોંગ્રેસ-21, આપ-10, અપક્ષ-6 જ્યારે ચૂંટણી પૂર્વે જ દ્વારકા તાલુકાની બરડીયા સીટ પર ભાજપના ઉમેદવાર બિન હરીફ થતા 21 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લો 15મી ઓગસ્ટ 2013ના નવો અસ્તિત્વમાં આવ્યા બાદ જિલ્લા પંચાયતની સત્તા ભાજપે હાંસિલ કરી હતી. પ્રથમ પ્રમુખ તરીકે સ્વ.ચંદ્રસિંહ પબુભા માણેક સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ 22 બેઠક પર યોજાયેલ ચૂંટણીમાં પ્રથમ ટર્મમાં કોંગ્રેસ પાતળી સરસાઈ મેળવી સત્તા સંભાળી હતી.

સતા પક્ષે રહેવા ભાજપ-કોંગ્રેસ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે

પ્રથમ ટર્મ પૂર્ણ થયા બાદ ભાજપમાંથી પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાં ગયેલા રેખાબેન ગોરીયાને પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેઓ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક જાહેર કરાતા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પી.એસ.જાડેજા ભાજપમાં ભળી જઇ જિલ્લા પ્રમુખનું સુકાન સંભાળ્યું હતું અને ભાજપે ફરી કોંગ્રેસમાંથી સત્તા છીનવી લીધી હતી. આમ નવો જિલ્લો બન્યા બાદ સત્તાપક્ષમાં પ્રથમ ભાજપ પછી કોંગ્રેસ અને ફરી ભાજપ સત્તા પક્ષે રહ્યું હતું. ત્યારે આ વખતે ફરી સત્તાની સીટ મેળવવા કોંગ્રેસ ભાજપે એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે.

આમ આદમી પાર્ટી પણ મેદાનમાં

10 ઉમેદવારો આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતારી ક્યાંક ને ક્યાંક પોતાની સીટ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે આ વખતે ભાજપના અનેક સિનિયર આગેવાનના પત્તા કપાયા હતા અને નવા ચહેરાઓને ઉમેદવારો બનાવાયા છે. તેઓ મતદારોનો પોતાના તરફેણમાં ખેંચવા સફળ રહે છે તે જોવાનું રહ્યું જ્યારે સામા પક્ષે કોંગ્રેસે અનેક મજબૂત ઉમેદવારોને મેદાને ઉતારીને સત્તા હાંસલ કરશે એવો શૂર રાજકીય પંડિતોમાં જોવા મળ્યો હતો. પરંતુ સત્તાનું સુકાન કોણ સંભાળશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું.

જિલ્લાની રચના બાદ સત્તા પરિવર્તન થતી રહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 15મી ઓગસ્ટ 2013ની રચના બાદ જિલ્લા પંચાયતની સત્તા પરિવર્તન થતી રહી છે. સત્તા પક્ષે ગમે તે હોય પરંતુ સત્તાની ખેંચતાણ વચ્ચે સિંચાઈ, રસ્તા, વીજળી, પાક વિમો, જમીનમાં ખારાશ સહિતના પ્રશ્નો વણઉકેલ રહ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં સત્તાનો સુકાન સંભાળવા જનાદેશ કોને મળશે તે પરિણામ જોવાનું રહ્યું.

ગ્રામ્ય પ્રશ્નોના ઉકેલમાં વેગ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.