ETV Bharat / state

21 વર્ષ પહેલા મોદીએ જવાબદારી લીધી એટલે ગુજરાત અહીં છેઃ નડ્ડા

author img

By

Published : Oct 12, 2022, 7:31 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (BJP Leader JP Nadda) એલાન પહેલા ગુજરાત ભાજપે પ્રચાર અભિયાનનો જોરશોરથી પ્રારંભો કરી દીધો છે. જેના પ્રથમ તબક્કામાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવ યાત્રા ગુજરાતની જુદી જુદી બેઠકો સુધી જશે. લોકો સાથે સંવાદ કરાશે અને સરકારી યોજનાના પ્રચાર સાથે મતદારોને રીઝવવામાં આવશે. બુધવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાં દ્વારકાથી પોરબંદર માટેની ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી

21 વર્ષ પહેલા મોદીએ જવાબદારી લીધી એટલે ગુજરાત અહીં છેઃ નડ્ડા
21 વર્ષ પહેલા મોદીએ જવાબદારી લીધી એટલે ગુજરાત અહીં છેઃ નડ્ડા

મહેસાણા, દ્વારકાઃ સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહેલ ગુજરાત ગૌરવ (Gujarat Gaurav Yatra) યાત્રા હેઠળ ભાજપ દ્વારા ઠેર ઠેર પક્ષ પ્રચાર માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રાનો ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના (J P Nadda Gujarat Gaurav Yatra) હસ્તે મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી લીલી ઝંડી આપી પ્રારંભ (Gujarat Gaurav Yatra from Bechraji )કરવામાં આવ્યો છે. યાત્રાધામ બેચરાજી બહુચર માતાની શક્તિપીઠ તરીકે ખ્યાતિ ધરાવે છે.

  • આજરોજ દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીએ ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.

    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp, પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil, પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJP, કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp જી,.... (1/2) pic.twitter.com/cM9iGtKueg

    — BJP Gujarat (@BJP4Gujarat) October 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

33 વિધાસભામાં ફરશેઃ અહીંથી શરુ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત સહિતની 33 વિધાનસભા બેઠકો પર પરિભ્રમણ કરી કચ્છમાં આવેલ માતાના મઢે (Kutchh Mata na Madh) સમાપ્ત કરવામાં આવશે.આ યાત્રાને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બેચરાજીમાં (J P Nadda in Bechraji ) આવ્યાં હતાં. મહેસાણા જિલ્લાના બેચરાજીથી પ્રારંભ (Gujarat Gaurav Yatra from Bechraji) કરવામાં આવેલ ગુજરાત ગૌરવ યાત્રામાં ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ સહિત ગુજરાત રાજ્યના અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમઃ ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલી પ્રથમ યાત્રા (Gujarat Gaurav Yatra) મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાનો મઢ ( Gujarat Gaurav Yatra from Bechraji ) સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી અમદાવાદના સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.

દ્વારકામાં ભવ્ય શરૂઆતઃ 21 વર્ષ પહેલા મોદીજીએ ગુજરાતની બાગડોર સંભાળી એટલે જ ગુજરાત આજે આ જગ્યા ઉપર ઊભું છે.આ વાત કહીને જે.પી. નડ્ડાએ પોતાનું સંબોધન કર્યું હતું. આ સાથે ભારત સરકારની સિદ્ધિઓ પણ ગણાવી દીધી હતી. દ્વારકા ભાજપના નેતા પબુભા માણેક અને પૂનમ માડમે નડ્ડાનું દ્વારકાની છબીથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દ્વારકા ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પૂર્વ પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષ પર વાર કરતા નડ્ડાએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ ગુજરાતને ખોટી રીતે મોટું નુકસાન કર્યું છે. લાંબા સમય સુધી ગુજરાતની ઉપેક્ષા થઈ હતી.

ગુજરાતમાં ભ્રષ્ટાચારઃ લાંબા સમય સુધી આ ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર અને દંગા થયા હતા. લાંબા સમય સુધી ગુજરાતે કર્ફ્યૂની સ્થિતિ જોઈ છે. આજના યુવાનો કર્ફ્યૂ નામની વ્યાખ્યા પણ જાણતા નથી. કારણ કે, 21 વર્ષ પહેલા જ્યારે વડાપ્રધાન મોદીએ આ પ્રદેશની જવાબદારી લીધી એટલે ગુજરાતમાં આટલો વિકાસ અને શાંતિ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.