- જામ ખંભાળિયામાં પત્રકારોનો સન્માન કાર્યક્રમ યોજાયો
- કથાકાર મગન રાજ્યગુરૂ રહ્યા હાજર
- હિતેન્દ્ર આચાર્ય બન્યા મુખ્ય મહેમાન
જામ ખંભાળિયાના જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા 20 ડિસેમ્બર 2020ને રવિવારના રોજ જલારામ બાપાના મંદિર ખાતે વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહનું અધ્યક્ષ સ્થાન બાપજીના નામથી પ્રખ્યાત એવા ભાગવત કથાકાર મગન રાજ્યગુરૂએ સંભાળ્યું હતું. આ સન્માન સમારોહના મુખ્ય અતિથિ તરીકે અહીંના વરિષ્ઠ પત્રકાર હિતેન્દ્ર આચાર્ય અને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકાના પ્રમુખ ઈશ્વર ઝાંખરીયા ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા તન્નાએ 11,111 રૂપિયા દાન કર્યું
આ પ્રસંગે મહેન્દ્ર મશરૂની દિકરી જિજ્ઞા તન્નાએ રૂપિયા 11,111 દાનમાં આપ્યા હતા. ત્યારબાદ બધા જ વરિષ્ઠ પત્રકારોને પૂજ્ય બાપજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.