કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલો સિંધણી ડેમ ઓવરફલો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસ્યા હતા. યાત્રાધામ હર્ષદ ગામે 4-5 ફૂટ પાણી ઘૂસ્યા છે.
જો કે મોડી રાતના સમયે વરસાદે વિરામ લેતા હજું પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી યાત્રાધામ હર્ષદમાં છે. હર્ષદી માતાજીના મંદિરની સામેના ભાગે આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી વેપારીઓની પ્રસાદી અને સામગ્રીને વ્યાપક નુકશાન થયુ છે. તેમજ હર્ષદ માતાજીના મંદિરે દર્શન કરવા આવતા યાત્રિકો દર્શન કર્યા વગર પરત ફર્યા છે.