ખંભાળિયા : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજનું અનેરું મહત્વ(importance of sonal bij) રહેલુ છે. માતાજીનું મુખ્ય મંદિર જુનાગઢ નજીક આવેલ મઢડા ગામે જ્યાં આઈ સોનલ માતાજીના બહેન પૂજ્ય બનુમાં 96 વર્ષ વયે આજે પણ અહી માતાજીના સાક્ષાત સ્વરૂપે હયાત છે. સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા આધ્યાદેવી આઈ સોનબાઈ માતાજીના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ છોરુઓ આવે છે.
98માં જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી
આઈ સોનલ ધામ ખાતે માતાજીનાં 98માં જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સોનલ મંદિર ખાતે આરતી અને સમૂહ ભોજન (પ્રસાદ) ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ તેનો લાભ લીધો હતો, બપોરે ચારણી સમાજની પરંપરાગત ચારણી રમત ટ્રેડિસનલ પહેરવેશમાં યોજાઇ હતી.
આ પણ વાંચો: અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા શાંતિ સંમેલનનું આયોજન કરાયુ
આ પણ વાંચો: સોનલધામમાં યોજાઈ નવરાત્રિ, મણિયારો રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર