દેવભુમી દ્વારકાના ભાગવળ તાલુકાના કલ્યાણપુર ગામે એક લગ્ન પ્રંસગે ડાંડીયા રાસમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ડાંડીયા રાસ જોવા આવેલી 56 વર્ષીય મહિલાને ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેળવામાં આવી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ ભાણવળ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક મહિલાના પતિ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ભાણવળ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.