- ચેકપરત ફરતા મચ્છીના ધંધાર્થી ને ૨ વર્ષ કેદની સજા ફટકારતી ઓખામંડળ ની કોર્ટ
- પેઢીને ચેક વાળી રકમ ન મળતાં ફરિયાદી પેઢીએ ડિમાન્ડ નોટીસ આપી અને રકમ ચુકવી આપવા જણાવેલ
- ફરિયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને ફરિયાદ પક્ષ તરફે રજુ કરવામાં આવેલ
દ્વારકા :ઓખા ખાતે આવેલ જેંતીલાલ ચત્રભુજ એન્ડ કંપનીના પંપના ભાગીદારોએ હિન્દુસ્તાન મરીન ભાગીદાર પેઢીના ભાગીદારો શિરજી હાસમીયા છોટુમિંયા અને શેખ મહેબૂબ મહોમદ સામે ડિઝલના બાકી લેણાંની ચૂકવણી માટે ફરિયાદી પેઢીના નામનો રુ 6,83,638નો એસ.બી.આઇ.બેંક ઓખા શાખાનો ચેક આપ્યો હતો.
ચેક ફરિયાદી એ વસુલાત માટે બેંકમાં જમા કરતા તે ચેક વસુલ થયા વિના "ઇન્સફિસ્યન્ટ ફંડ્સ"ના શેરા સાથે પરત થયેલ તેથી ફરિયાદી પેઢીને ચેક વાળી રકમ ન મળતાં ફરિયાદી પેઢીએ ડિમાન્ડ નોટીસ આપી હતી. રકમ ચુકવી આપવા જણાવેલ અને નિયત સમય મર્યાદામાં ફરિયાદી પેઢીને ચેક વાળી રકમ ન ચૂકવતા ગોવિંદ ખેતભાઈ રાઠોડ મારફત શિરાજી હાસમિયા છોટમિયા અને શેખ મહેબૂબ મહોમદ સામે ઓખાની કોર્ટમાં વકીલ આર.સી. ભાયાણી મારફત નેગોશ્યેલઇન્ટુંમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ કરી હતી.
ફરિયાદ અન્વયે કેસ ચાલી જતાં લેખિત મૌખિક પુરાવો અને ફરિયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને ફરિયાદ પક્ષ તરફે રજુ કરવામાં આવી હતી.નામદાર સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઈ ધ્યાને લઈ અને જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ (ફ.ક.) સાહેબ બી.સી.ત્રિપાઠીએ શીરજી હાસમિયા છોટુમિયા અને શેખ મહેબુબ મહોમદ ને બે વર્ષ ની કેદ તેમજ ચેકની રકમ 9 ટકાના વ્યાજે 30 દિવસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે. તે રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ ફરિયાદી પેઢી કરેલ છે.