દેવભૂમિ દ્વારકા : જિલ્લાના સમગ્ર વિસ્તારમા તાત્કાલીક અસરથી 31 માર્ચ સુધી સબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, તેમજ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી ગાઇડ મુજબ કોઇપણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, કે મેળાવડા કે લોકમેળાની પરવાનગી તાત્કાલીક અસરથી રદ ગણવાની રહેશે. તેમજ કોઇપણ જગ્યાએ કોઇપણ હેતુ / પ્રસંગ માટે ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહિ.
મોલ, મલ્ટીપેકસ, સિનેમા અને નાટયગૃહો કે જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વિમીંગ પુલ, ડાંસ કલાસીસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા ટયુશન કલાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું.
આ હુકમ સરકારી ફરજ પરના કર્મચારી અથવા સરકારી કામગીરીમાં હોય તેવા સુરક્ષાકર્મીઓ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા હોય તેને લાગુ પડશે નહી. અન્યથા હુકમનો ભંગ થયે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.