દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ રાવલ નગરપાલિકાની વર્ષ 2016માં આવેલ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના 13 ઉમેદવાર અને ભાજપના 11 ઉમેદવારની જીત થઈ હતી અને કોંગ્રેસ સત્તા હાસિલ કરવા સફળ બન્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટામી સમયે કોંગ્રેસના ચાર સદસ્યોએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો, ત્યારે થોડા જ દિવસોમાં ફરીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી.
બુધવારના રોજ દ્વારકા ખાતે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની હાજરીમાં કોંગ્રેસના રાવલ નગર પાલિકાના ચૂંટાયેલા 9 સદસ્યો પણ ભાજપમાં ભળી ગયા હતા અને કેસરિયો ધારણ કરતા દ્વારકા જિલ્લાની રાવલ પાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. આ સાથે જ કોંગ્રેસ મુક્ત રાવલ નગર પાલિકા બનાવવામાં ભાજપ અને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય સફળ રહ્યા હતા.