દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન એકથી ચાર બાદ 2 જૂન 2020ના રોજ સુરતથી આવેલા કુલ 6 લોકોમાંથી એક યુવાન સંજીવ કુમારને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા તેને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે આજ રોજ સંજીવ કુમાર નામના વ્યક્તિના મેડિકલ ચેકઅપ બાદ કોઈ લક્ષણો જણાતા તેને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લો ફરીથી કોરોના મુક્ત બન્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન 1, 2, 3, 4 દરમિયાન કુલ 15 જેટલા કોરોના વાઇરસ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બહારથી આવેલા લોકોના મેડિકલ ચેકઅપ બાદ કોરોના વાઇરસ કેસ પોઝિટિવ આવ્યા હતાં. જેમાં બેટ-દ્વારકા, સલાયા, નાના આંબલા તથા ખંભાળિયા ગામના લોકો જિલ્લા બહારથી આવ્યા હતાં, ત્યારે લોકડાઉન દરમિયાન કોરોના વાઇરસના લક્ષણો દેખાતા તેમને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમા કુલ 2865 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.