દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ઠંડા પીણાંના વેપારીને કોરોના પોઝિટિવ આવતા ગ્રાહકો અને તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ઠંડા પીણાંની દુકાન ચલાવતા 48 વર્ષના યુવાનને તાવ અને શરદી થતાં હોસ્પિટલે ચેક કરતા કોરોનાના લક્ષણો જણાતા દુકાનદારના ગ્રાહકો પણ ડરી ગયા છે.
કલ્યાણપુર ગામમાં ગેસ્ટ હાઉસની બાજુમાં ઠંડા પીણાં વહેંચી ગુજરાન ચલાવતા વેપારીને કોરોના પોઝિટિવ આવતા ગામ લોકોની સાથે સાથે આરોગ્ય વિભાગને પણ ચિંતા થઈ છે.
યુવાનની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવા છતાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર વધુ ચિંતામય બન્યું છે.હાલ યુવાનને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કુલ કોરોનાનો આંકડો 56 પર પહોંચ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ઠંડા પીણાંના વેપારીને કોરોના પોઝિટિવ, કોરોનાનો કુલ આંક 56 પર પહોંચ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ઠંડા પીણાંની દુકાન ચલાવતા 48 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કુલ કોરોનાનો આંકડો 56 પર પહોંચ્યો છે.