દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં કોરોના વાઈરસે કહેર મચાવ્યો છે. એક જ સાથે 7 પોઝિટિવ કેસ નોંધાતા આવતા તંત્ર દોડતું થયું છે. થોડા સમય પહેલાં અજમેર રાજસ્થાનથી આવેલી મહિલાના સંપર્કમાં આવેલા 7 લોકોનો મંગળવારે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ 7 રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 130 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 7 લોકો જે આ મહિલાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સલાયાની બહાર કુવાડિયા પાટિયા નજીક સરકારી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 11 પર પહોંચ્યો છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 કેસો પોઝિટિવ સામે આવ્યા હતા.