ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી રામ મંદિર માટે ફાળો એકત્રિત કરાશે - નિધિ સમર્પણ કાર્યક્રમ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ બજરંગદળ દ્વારા સદભાવના બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિર અંગે ચર્ચા કરવામાં આવી હતી. 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં દરેક હિન્દુના ઘરે ઘરે જઈને રામ મંદિર માટે ફાળો એકત્રિત કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકામાં 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી રામ મંદિર માટે ફાળો એકત્રિત કરાશે

author img

By

Published : Dec 29, 2020, 10:47 AM IST

  • દેવભૂમિ દ્વારકામાં રામ મંદિર માટે યોજાઈ બેઠક
  • વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે યોજી બેઠક
  • અલગ અલગ સમાજ, સંસ્થાના અગ્રણી રહ્યા હાજર
  • રામ મંદિર માટે ફાળો એકત્રિત કરવા બનાવ્યું આયોજન
દેવભૂમિ દ્વારકામાં 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી રામ મંદિર માટે ફાળો એકત્રિત કરાશે
દેવભૂમિ દ્વારકામાં 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી રામ મંદિર માટે ફાળો એકત્રિત કરાશે

દેવભૂમિ દ્વારકાઃ જામ ખંભાળિયા ખાતે ખંભાળિયા શહેર સમિતિ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અગ્રણીઓ તેમ જ અલગ અલગ જ્ઞાતિના આગેવાનો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે ફાળો એકત્રિત કરવામાં આવશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

દરેક હિન્દુના ઘરે ઘરે જઈ રામ મંદિર માટે ફાળો એકત્રિત કરાશે

સમિતિએ જણાવ્યું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ 76 વખત અલગ અલગ અભિયાન ચલાવી અને તેમાં બલિદાન આપનારા કાર્યકર્તાઓનું બલિદાન વ્યર્થ ન જાય તે માટે દરેક હિન્દુઓના ઘરે આ અભિયાનની અને રામ મંદિરની માહિતી પહોંચાડવામાં આવશે. આ બેઠક શ્રી પ્રેમ-પરિવાર પ્રેરિત રામધુન મંદિર, મહાદેવ વાળામાં યોજાઈ હતી, જેમાં નિધિ સમર્પણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આગામી 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દરેક હિન્દુના ઘરે જઈને રામ મંદિર માટે ફાળો એકત્રિત કરવામાં આવશે. અને આ ફાળો અયોધ્યા મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.