દેવભૂમિ દ્વારકા : પોલીસ સાથેના વિવાદ બાદ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તે બાબતે તેમણે પ્રતિક્રિયા આપી હતી.
- ખેત પેદાશ દાન કરવા ગયેલા ખેડૂતોને દંડાનો ઢોર મારી અમાનુષી અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો
- ખેડૂત આ મારથી ચૂપ બેસી જશે એવું સરકારને લાગ્યું
- અમે થયેલા અત્યાચાર સામે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા
- અમારી ફરિયાદ લેવાના બદલે અરજી સ્વીકારી એને હજુ FIR તરીકે સ્વીકારવામાં નથી આવી
- મેં જાહેર માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, ન્યાય નહીં મળે તો હું એકલો યાત્રા કરીશ ખેડૂતો વચ્ચે જઈશ
- નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈશ, માનવ અધિકાર પંચ સમક્ષ જઈશ
- હું ખેડૂત વચ્ચે ન જઈ શકું, નામદાર હાઇકોર્ટમાં ન જઈ શકું, કે માનવ અધિકાર પંચ સમક્ષ ન જઈ શકું એટલે કોરોન્ટાઇન કરાયાનું મને લાગી રહ્યું છે
- સરકાર ખેડૂતોને ન્યાય અપાવવાને બદલે એમના માનીતા પોલીસ અધિકારીઓને FIR થી બચાવી રહી હોય તેવું લાગે છે
- હું કાયદાની મર્યાદામાં રહીને લડીશ, 14 દિવસ કાલે જતા રહેશે
- હું રાજકોટ ગયો હતો એટલે હોમ કોરોન્ટાઇન કરાયો.
- હું સહમત છું પણ મેન્ગો ફેસ્ટિવલમાં અમદાવાદ ગયેલામાંથી કેટલા હોમ કોરોન્ટાઇન કરાયા....???